યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પૂર્વે અમદાવાદ હવાઈ મથકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચતા રાજયપાલ દેવવ્રત આચાર્યએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજય અને પ્રોટોકોલ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બિજલબેન પટેલે પણ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. મુખ્ય સચિવ અનિલ મુકીમ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા સહિત ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.