નવી દિલ્હી, તા.૧૫
લોર્ડસમાં વર્લ્ડકપ ર૦૧૯ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઈંગ્લેન્ડે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું, ફાઈનલ જીત્યા બાદ લોર્ડસના મેદાનમાં ઈંગ્લેન્ડ ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડના બધા ખેલાડી ટ્રોફી સાથે ઉજવણીમાં મસ્ત હતા પણ તે જ ઈંગ્લેન્ડ ટીમના બે એવા ખેલાડી પણ હતા, જે વચ્ચે ઉજવણીથી દૂર થઈ ગયા, આ બે ખેલાડીઓ ઓલરાઉન્ડર મોઈનઅલી અને સ્પીનર આદિલ રશીદ હતા. ટાઈટલ જીત્યા બાદ ઈંગ્લિશ ખેલાડીઓ ખૂબ શેમ્પેઈન ઉડાવી, જ્યારે પૂરી ટીમ ટ્રોફી સાથે ઉજવણી કરી રહી હતી, ત્યારે જોની બેયરેસ્ટ્રોએ શેમ્પેઈન ઉપર ઊડાવવાનું શરૂ કરી દીધું, આવામાં આદિલ રશીદ અને મોઈનઅલી ત્યાંથી દૂર થઈ ગયા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.
શેમ્પેઈનથી બચવા માટે મોઈનઅલી અને આદિલ રશીદ વર્લ્ડકપની ઉજવણીથી દૂર ખસી ગયા

Recent Comments