Gujarat

સીઝેડએમપી નકશામાં અનેક ખામીઓ મુદ્દે સુનાવણી મોકૂફ રાખવા માંગ ઊઠી

રાજુલા,તા.૯
આજરોજ રાજુલા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ હતી. આ લોક સુનાવણી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન ર૦૧૧ની જોગવાઈઓના અનુસંધાને અને ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ દરિયકાંઠાના ગામોના નકશાઓ સરકારે તૈયાર કર્યા હતા. જે મુજબ ર વર્ષમાં સમગ્ર ગુજરાત અને ભારત દેશના દરિયકાંઠાના સીઆરઝેડ એરિયાના નકશાઓ તૈયાર કરવાના હતા જેથી કોર્ટના દબાણ વશત અધુરા અને અધકચરા અને અનેક ખામીઓ જોવા મળી હતી. જેનો દરિયકાંઠાના ર૯ ગામના લોકોએ, સ્થાનિક સંગઠનોએ, ધારાસભ્ય અમરીશ ડેરે વગેરેએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને લોક સુનાવણી મોકૂફ રાખવા જોરદાર અને ઉગ્ર રજૂઆતો થઈ હતી. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે વાંધાઓ લીધા હતા કે આ સુનાવણી મોકૂફ રાખી લોકોને નકશાઓ પુરા પાડી, લોકોને પુરી જાણકારી આપી અને લોકો વાંધાઓ રજુ કરી શકે તે રીતે સુનાવણી કરવા માંગ કરી હતી, ચેતનભાઈ વ્યાસે લોક સુનાવણી રદ કરી ફરી વખત નીચે મુજબના વાંધાઓ લીધા હતા. ગામોની અંદર અંગેની વિગતો આપવામાં આવી હતી. જે ફકત અહેવાલ અને જમીનના સર્વે નંબરો જ હતા પરંતુ મૂળ પાયાની વસ્તુ જે ગામનો નકશો હોવો જોઈએ તે કોઈ પણ ગામે આપેલ નથી. જે અંગેની રજૂઆત તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદીએ પણ સ્વીકાર્યું અને કહ્યું કે નકશાઓ કોઈપણ ગામના આપવામાં આવેલ નથી. અધુરી વિગત હોવાને કારણે આ સુનાવણી મોકૂફ રાખવા માંગણી કરી હતી. વધુમાં એવી પણ અરજી કરી કે આ વિસ્તારની ઘણી બાબતો નકશામાં આપેલ નથી. અને શિયાળ બેટ જેવા ગામ વિસ્તારોને દર્શાવ્યા નથી. તથા દરિયાકાંઠાના વિસ્તારમાં કોસ્ટો હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે જેનો વિરોધ કર્યો હતો.
તેમજ અરવિંદ ખુમાણ દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્રનાએ વાંધાઓ લઈ સુનાવણી રદ કરવા માગણી કરી કહ્યું હતું કે (૧) જે નકશાઓ નેટ પર મુકવામાં આવ્યા છે અને સુનાવણીમાં જે નકશાઓ અલગ છે આ રીતે લોકોને સુનાવણીમાં પણ ખોટી વિગતો બતાવવામાં આવી છે જેથી સુનાવણી રદ કરો (ર) જે નકશાઓ નેટ પર છે તે ટુકડાઓમાં છે જેથી કોઈ ગામનો પુરો નકશો નેટ પર ના હોય લોકો નકશાઓ સમજી શકયા નથી તેમજ ગ્રામ પંચાયતોને પણ નકશાઓ આપેલ નથી. (૩) નકશામાં માછીમારોની બોટો લાંગરવાના સ્થળ, માછલીઓ સુકવવાના સ્થળ, જેટી, માછીમારી ગામો દર્શાવેલ નથી. (૪) દરિયકાંઠાના મેનગૃઝના જંગલો જે છે તેને ઓછા બતાવેલ છે. (પ) નકશામાં દરેક ગામના સર્વે નંબર નથી બતાવ્યા ગામના નામ નથી બતાવ્યા જેથી લોકો પોતાના ગામની જીનને ઓળખી શકતા નથી અને વાંધા લઈ શકતા નથી. (૬) નોટીફિકેશન ર૦૧૮ હજી ફાઈનલ થયેલ નથી છતાં મેપ ઉતાવળે અને શંકાસ્પદ રીતે તૈયાર કરેલ છે. જેવા તમામ મુદ્દે રજૂઆત કરી સુનાવણી રદ કરી લોકોને પુરતી માહિતી આપી પંચાયતો ગામના લોકો સુધી તમામ વિગતો જાહેર કરી પછી નકશા મંજૂર કરવા માંગણી કરી હતી. તેમજ પ્રતાપભાઈ જે વારૂએ પણ જોરદાર રજૂઆત કરી નકશાનો વિરોધ કર્યો અને ફરીવાર લોક સુનાવણી યોજવા માગણી કરી હતી. તેમજ સામાજિક ન્યાય કેન્દ્ર અમદાવાદના ધવલભાઈ ચોપડા, પર્યાવરણ મિત્રના મહેશભાઈ પરમાર વગેરેએ સુનાવણીમાં કાનૂની રીતે રજૂઆત કરવા માર્ગદર્શન આપ્યું હતું તથા ભેરાઈના સપાચ બાવભાઈ કામ તથા રામપરાના સરપંચ સનાભાઈ વાઘ, તથા કથીવદરના સરપંચ અરજણભાઈ વાઘ તથા પીપાવાવના ભાણાભાઈ, વિકતારના વરહ સ્વરૂપના ભરતભાઈ વગેરેએની ખામીઓ સામે જોરદાર વિરોધ કરેલ હતો. સુનાવણીના અંતે અસરગ્રસ્ત લોકો અને સ્થાનિક સંગઠનોએ લડત સમિતિની રચના કરેલ છે. જેમાં ગુજરાતમાં માછીમારો, દરિયકાંઠાના ગામોના લોકોએ જોડવા અને આગળની કાનૂની લડત ચલાવવા સમિતિની રચના થયેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    લોકસભાની રપ બેઠકો પર સવારથી ધીમીધારે મતદાન શરૂ થયા બાદ મધ્ય બપોરે ધીમું થયા પછી સાંજે જોશભેર મતદાન રાજ્યમાં કાળઝાળ ગરમીના પડકાર વચ્ચે ૬૦ ટકા જેટલું સરેરાશ મતદાન

    વિધાનસભાની પાંચ બેઠકો પર ૬પથી ૭૦ ટકા…
    Read more
    GujaratReligion

    વડોદરામાં “ગુજરાત ટુડે” દ્વારા ઈદ મિલન સમારંભ યોજાયોજ્યારે સાચી અને ઈમાનની રાહ પર ચાલશો તો તકલીફ પડવાની, પરંતુ આપણા પ્રયત્નોથી તમામ તકલીફ દૂર થશે : સુહેલભાઈ તિરમીઝી

    વડોદરામાં “ગુજરાત ટુડે”ને વધુ મજબૂત…
    Read more
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.