(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૫
આણંદ તાલુકાનાં મોગર ગામે આજથી પોણા બે વર્ષ પૂર્વે સામાન્ય ઝધડામાં માથામાં લાકડાનો દંડો મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યાનાં બનાવમાં આણંદની ડીસ્ટ્રીકટ કોર્ટે બે આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી છે.
મળતી વિગતો અનુસાર મોગર ગામે પીપળવાળા ફળીયામાં આજથી પોણા બે વર્ષ પૂર્વે ગત તા.૩૦-૧૧-૨૦૧૫નાં રોજ રાત્રીનાં સાડા આઠ વાગ્યાનાં સુમારે ભીખીબેન ગામમાં રહેતા પોતાની બહેન ગીતાબેનનાં ધરે જઈને ઠપકો આપી કહેલું કે તું વિધવા છું અને તારી બે દિકરીઓ કુંવારી છે,જેથી તું તારા ધરમાં ફળીયાનાં છોકરાઓને ભેગા શા માટે કરે છે,તેમ કહેતાજ ફળીયામાં રહેતા પરેશભાઈ કાભઈભાઈ પરમાર અને મૌલેશ કાભઈ પરમાર સહીત બે ભાઈઓએ ત્યાં આવીને તમે અમોને ગીતાબેનનાં ધરે આવવાની ના કેમ પાડો છો તેમ કહીને ઝઘડો કરીને ભીખીબેનને ગડદાપાટુનો માર મારતા આ સમયે નરેન્દ્રસિંહ વચ્ચે છોડાવવા પડતા તેઓની હત્યા કરવાનાં ઈરાદે પરેશ અને મૌલેશ બન્ને જણાએ નરેન્દ્રસિંહને લાકડાનો દંડો મારીને ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો,તેમજ ભીખીબેનને ગડદાપાટુનો માર માર્યો હતો,જે અંગે વાસદ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જસીટ રજુ કરી હતી જે કેસ આણંદની પાંચમી એડીશ્નલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટએ સરકારી વકીલ એ એસ જાડેજાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પરેસભાઈ કાભઈભાઈ પરમાર અને મૌલેશ કાભઈભાઈ પરમારને સાત સાત વર્ષની કેદની સજા તેમજ જુદી જુદી કલમો હેઠળ ૯,૫૦૦ રૂ।.નો દંટ ફટકાર્યો હતો.