(એજન્સી) કેન્ટેકી, તા.૧૮
અમેરિકન રાજ્ય કેન્ટેકી શહેર લુઈવેલના એરપોર્ટનું નામ લિજેન્ડ બોક્સર મોહમ્મદ અલી સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકન સમાચાર એજન્સી CNNનો અહેવાલ એક વર્ષથી વધુ સમય સુધી શોધ પછી વર્કિંગ ગ્રુપ તરફથી આ પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવી ત્યારબાદ શહેરના તંત્રએ જાહેરાત કરી કે એરપોર્ટનું નામ લુઈવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના સ્થાને લુઈવેલ મોહમ્મદ અલી ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવશે.
લુઈવેલ એરપોર્ટનું નામ મોહમ્મદ અલીના નામે રાખવાનો નિર્ણય ૧૭ જાન્યુઆરીએ તેમના ૭૭માં જન્મદિવસથી એક દિવસ પહેલાં લેવામાં આવ્યો છે.
આ હવાલાથી એરપોર્ટ ઓથોરિટી બોર્ડના ચેરમેન જેમ વેલેચએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ કાર્યવાહી વિશ્વને બતાવશે કે અમે અમારી મહાન વ્યક્તિ પર કેટલો ગર્વ કરીએ છીએ કે ના માત્ર અમારા શહેર પરંતુ અમારા મોટા એરપોર્ટ સાથે તેમને જોડી રહ્યા છીએ.
બીજી તરફ લિજેન્ડ બોક્સર મોહમ્મદ અલીના પત્ની લુની અલીએ નામ બદલવાનું સમર્થન કરતાં જણાવ્યું કે, હું ખુશ છું કે વિશ્વભરમાંથી લુઈવેલ આવનારા લોકોને મોહમ્મદ અલી સાથે જોડાવાની વધુ એક તક મળશે. તેમની ખુલ્લી અને વ્યાપક હસ્તીની યાદ અપાવશે જે આ શહેરનું પ્રતિબિંબ છે.
ત્યાં લુઈવેલના મેયર ગ્રેગ ફિશરએ એક ટ્‌વીટમાં જણાવ્યું કે, મોહમ્મદ અલીએ માનવતા અને એથલિટવાદની ધરોહર છોડી છે જેણે અરબી લોકોને પ્રભાવિત કર્યા છે.
જાણ થાય કે વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન બોક્સર મોહમ્મદ અલી અમેરિકન રાજ્ય કેન્ટેકીના શહેર લુઈવેલથી જ સંબંધ ધરાવતા હતા અને તે માટે તેમના પૈતૃક શહેરના એરપોર્ટનું નામ તેમના નામે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૧૭ જાન્યુઆરી, ૧૯૪રમાં જન્મેલા મોહમ્મદ અલીનું નામ કેસિયસ શરસિલ્સ કલે જુનિયર હતું પરંતુ તેમણે ૧૯૬૪માં ઈસ્લામ સ્વીકાર કરી લીધો ત્યારબાદ તેમણે પોતાનું નામ મોહમ્મદ અલી રાખી લીધું અને પોતાના કેરિયરની શરૂઆત બોક્સિંગથી કરી અને વિશ્વ પ્રસિદ્ધ થયા.
ર૦મી શતાબ્દીના મહાન બોક્સર મોહમ્મદ અલીએ ૧૯૮૪માં પારકિનસ રોગની જાણ થયા બાદ બોક્સિંગ છોડી દીધું હતું અને ર૦૧૬માં ૩ જૂન એ તેમનું આ રોગથી લડતાં લડતાં મોત નિપજ્યું હતું.