(એજન્સી) બેંગ્લુરૂ, તા.૩૧
કર્ણાટકમાં એસએસએલસીની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થી મોહંમદ કૈફે બાજી મારી છે. સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી મોહંમદ કૈફ મુલ્લાને શરૂઆતમાં બીજું સ્થાન અપાયું હતું પરંતુ પુનઃમૂલ્યાંકન બાદ તેણે પ્રથમ ક્રમ મેળવ્યા છે. કૈફને ૧૦માં ધોરણની પરીક્ષામાં ૬રપમાંથી ૬રપ ગુણ મેળવ્યા છે. કર્ણાટકમાં મુસ્લિમોની સંખ્યા લગભગ ૧૬ ટકા છે. સૌપ્રથમ જાહેર થયેલા પરિણામોમાં કૈફને ૬રપમાંથી ૬ર૪ ગુણ મળ્યા હતા. પરંતુ ફરીવાર ચકાસણી કરાવતાં તેમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થયા હતા. મોહંમદ કૈફે જણાવ્યું કે, તેને વિશ્વાસ હતો કે તેણે કોઈ જ ભૂલ કરી નથી અને તેનો આત્મવિશ્વાસ સાચો સાબિત થયો. કૈફના પિતા હાસન રસીલમુલ્લા એક સરકારી હાઈસ્કૂલ કન્નડના શિક્ષણ છે જ્યારે માતા સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં ઉર્દૂ ભણાવે છે. કૈફ ડોક્ટર બનવા ઈચ્છે અને સાથે આઈએએસ બનવાનું સ્વપ્ન પણ ધરાવે છે.