તા.૧૮
લીવરપૂલના ફોરવર્ડ મોહમ્મદ સાલાહનું માનવું છે કે તેની ટીમ આ સિઝનમાં પ્રિમીયર લીગ અને ચેમ્પિયન્સ લીગ બંને ટાઈટલ જીતી શકે છે. લીવરપૂલ આ સિઝનમાં પોતાના અભિયાનની શરૂઆત પેરિસ સેઈન્ટ જર્મન વિરૂદ્ધ કરશે. ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં રિયલ મેડ્રિડને હરાવનારી લીવરપૂલનો સાલાહ હિસ્સો હતો. સાલાહ મેચ પૂરી કરી શક્યો ન હતો. સાલાહ પ્રથમ હાફમાં સર્જીયો રામોસ સાથેની ટક્કર બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. સાલાહે ફ્રાન્સ ફૂટબોલરને કહ્યું કે, ગત સિઝનમાં અમે માન્ચેસ્ટર સિટી, રોમાને હરાવ્યું. જેણે ર્ક્વાટર ફાઈનલમાં બાકોને હરાવ્યું હતું. અમે ટીમો વિરૂદ્ધ ટાઈટલ માટે રમીએ છે અને અમે ફાઈનલમાં પહોંચ્યા છે. જેથી આવું અમે કરી શકીશું. હું ચોક્કસપણે માનું છું કે અમે બંને ટાઈટલ ચેમ્પિયન્સ લીગ અને પ્રિમીયર લીગ જીતીશું. અમે અમારી જાત ઉપર દબાણ લાવવા માંગતા નથી પણ હા બધું જ શક્ય છે.