દુબઈ, તા.ર૩
યુએઈની ટી-ર૦ લીગમાં અફઘાનિસ્તાનના વિકેટકીપર, બેટ્‌સમેન મો.શહેઝાદે ૧૬ બોલમાં ૭૪ રન બનાવ્યા. સિંધી ટીમે રાજપૂત ટીમને ૧૦ ઓવરમાં ૯પ રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ઓપનિંગ કરવા ઉતરેલા શહેઝાદ અને બ્રેડન મેકુલમે ૪ ઓવરમાં ૧૭ મિનિટની અંદર જ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધું. ટી-૧૦ લીગમાં ૭૪ રન બનાવનાર શહેઝાદ એકમાત્ર બેટ્‌સમેન છે. તેણે ૧ર બોલમાં અર્ધસદી ફટકારી, પોતાની ઈનિંગમાં શહેઝાદે ૮ સિક્સર અને ૬ ચોગ્ગા ફટકાર્યા. તેણે ફક્ત બે સિંગલ લીધા. શહેઝાદને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. બંનેએ ફક્ત ૧૭ મિનિટમાં ચાર ઓવર રમી ટીમને વિજય અપાવ્યો. આંતતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા મુનાફ પટેલે રાજપૂત ટીમ તરફથી બે ઓવરમાં ર૦ રન આપી ત્રણ વિકેટ ઝડપી. આ પહેલાં સિંધી ટીમ તરફથી કપ્તાન વોટ્‌સને ર૦ બોલમાં ૪ર રન બનાવ્યા હતા.