(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
ભારતીય બોલર મોહમ્મદ શમી અને પત્ની હસીન જહાંના લાંબા સમયથી ચાલી રહેલ વિવાદમાં ફરી નવો વળાંક આવ્યો છે. શમી પર લગ્નેત્તર સંબંધનો આરોપ મૂકનાર હસીન જહાંએ હવે શમી પર બીજા લગ્ન કરવા જઈ રહ્યો હોવાનો આરોપ મૂક્યો છે.
હસીને જણાવ્યું કે, મોહમ્મદ શમી ઈદના પાંચ દિવસ બાદ તેમના ભાઈની સાળી સાથે બીજા લગ્ન કરશે. આ કારણે જ શમીએ તેને તલાકની માગ કરી છે. સાથે જ નાણાંની પણ ઓફર કરી છે. હસીન જહાંના આ નકારા આરોપસર ઝડપી બોલરે પણ તરત જ જવાબ આપ્યો છે.
મોહમ્મદ શમીએ પત્નીના આરોપનું ખંડન કરતાં કહ્યું કે, પ્રથમ લગ્નને કારણે જ જિંદગીમાં ઘણી મુસીબતોનો સામનો કરી રહ્યો છું. હસીને પાછલા કેટલાક મહિનાઓમાં જુદા-જુદા આરોપો મૂક્યા છે અને એવો જ એક નવો આરોપ છે. શમીએ પત્નીના આરોપનો આનંદ લેતા કહ્યું કે, જો તે બીજા લગ્ન કરશે તો હસીનને ચોક્કસ બોલાવશે.