(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે રાજધાની દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન ચોંકાવનારી જાહેરાત કરી હતી કે, ભારત એક હિંદુ રાષ્ટ્ર છે. ભાગવતે જાહેરાત કરી હતી કે, અમે બધું બદલી શકીએ છીએ, તમામ વિચારધારા બદલી શકાય છે પણ ફક્ત એક બાબત બદલી શકાતી નતી અને તે ‘‘ભારત એક હિંદુ રાષ્ટ્ર છે’’. હિંદુત્વનો ઉલ્લેખ કરતા આરએસએસ પ્રમુખે હનુમાન, શિવાજી અને આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના નામ એક શ્વાસમાં લીધા હતા. હિંદુ રાષ્ટ્રના દાવા છતાં જ્યારે સંઘના પ્રમુખ સમલૈંગિકતા વિશે વાત કરે છે તો એવું લાગે છે કે, આરએસએસ પોતાની ગંભીર છબિ બદલવામાં લાગ્યું છે.
ભાગવતે જણાવ્યું કે આ મુદ્દો ચર્ચા દ્વારા ઉકેલવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, મહાભારત, પ્રાચિન સેનાઓમાં ઉદાહરણ રહ્યા છે, વેદોમાં નથી. આ પહેલીવાર નથી જ્યારે મોહન ભાગવતે સમલૈંગિકતા અંગે સંઘના વલણમાં ફેરફારના સંકેત આપ્યા છે. તેમણે ૨૦૧૮માં ત્રણ દિવસના મહા આયોજન ‘ભારતનું ભવિષ્ય-આરએસએસનું દૃષ્ટિકોણ’ દરમિયાન કહ્યું હતું કે સમલૈંગિક છે અને સમાજને સમય સાથે બદલવાની જરૂર છે. ભાગવતનું મોટાભાગનું ભાષણ આરએસએસના ઉદાર ચહેરાને બહાર લાવવા પર જ રહ્યું હતું. બીજી તરફ તેમણે અસહમતીના મહત્વ પર ભાર મુક્યો અને કહ્યું કે, અમારે ત્યાં મતભેદ હોઇ શકે છે પણ મનભેદ નહીં.