(એજન્સી) ત્રિપુરા, તા. ૧૬
આરએસએસ ચીફ મોહન ભાગવત ત્રિપુરાની પાંચ દિવસની મુલાકાતમાં ઉત્તર-પૂર્વોતર કેડરને મળીને સંઘના વિસ્તરણ પ્લાનની સમિક્ષા કરશે. પાર્ટી સૂત્રોએ કહ્યુંમ કે ત્રિપુરાની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને મોહન ભાગવતે અત્યારથી કમર કસી છે. શુક્રવારે અગરતલા આવેલા મોહન ભાગવત સંઘના સભ્યો અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આગમી વર્ષની વિધાનસભાની ચૂંટણી પૂર્વ સંઘ પ્રમુખ મોહન ભાગવતની પાંચ દિવસની મુલાકાતને રાજકીય નિષ્ણાંતોએ મહત્વની ગણાવી છે. આરએસએસના પ્રવક્તા મનોરંજન પ્રધાને કહ્યું કે ત્રિપુરાની પાંચ દિવસની મુલાકાત દરમિયાન મોહન ભાગવતસંઘ હોદ્દેદારો, સાત રાજ્યોના કાર્યકરો, કેડર અને લોકોને મળશે. પ્રધાને ઉમેર્યું કે તેઓ સંગઠનના પ્રોગ્રામોની સમિક્ષા કરીને સંઘ માટે કામ કરશે તથા ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાં સંઘને વધારે મજબૂત બનાવવા માટે સલાહ આપશે. તેમણે કહ્યું કે આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય,મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં આરએસએસના આયોજકો વાર્ષિક સમિક્ષા બેઠકમાં હાજર રહેશે. ત્રિપુરાની શાસક પાર્ટી સીપીએમે સંઘ પ્રમુખની આ મુલાકાતની ટીકા કરતાં કહ્યું કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ હમેંશા વિભાજનકારી ભૂમિકા ભજવી છે. સીપીએમ મહાસચિવ બિજન ધારે મીડિયાને કહ્યું કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની મુલાકાત ગોઠવાણી છે અને તેઓ ત્રિપુરામાં વિભાજનકારી ગતિવિધિઓને વધારે મજબૂત બનાવશે. આરએસએસ નેતાઓ આ આક્ષેપને નકારી કાઢ્યો છે. ભાજપ અને આરએસએસ છેલ્લા કેટલાક સમયથી ત્રિપુરાની ડાબેરી સરકારને ઉથલાવી નાખવા માટેના પ્રયાસો કરી રહ્યાં છે. મેઘાલય,નાગાલેન્ડ અને ત્રિપુરામાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવની છે.