(એજન્સી) તિરૂવનંતપુરમ્, તા.૧૬
કેરાલાના પલક્કડ ખાતે સરકારી શાળામાં ૧પમી ઓગસ્ટના રોજ આરએસએસના વડા મોહન ભાગવતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સરકારી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા કોઈપણ નેતાને આ ધ્વજવંદન પર પ્રતિબંધ લદાયો હતો.
પલક્કડ જિલ્લા કલેક્ટર મેરીકુટ્ટીએ કહ્યું કે શાળાને લેખિતમાં હુકમ અપાયો હતો કે મોહન ભાગવતને રાષ્ટ્રધ્વજ ફરકાવવા દેવો નહીં. સરકારી નિયમ મુજબ ગ્રાંટ લેતી શાળામાં શાળાના આચાર્ય કે ચૂંટાયેલા ધારાસભ્ય જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ભાજપ અને તેના વિચારક સંઘ આરએસએસ એ કહ્યું કે દરેક વ્યક્તિને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર છે. આ કાર્યક્રમ પાટનગરથી ૩૩પ કિ.મી. દૂર કર્મકીયામ શાળા ખાતે યોજાયો હતો. આરએસએસ પણ પલક્કડ ખાતે ઘણા સમયથી રોકાયા હતા. તેઓનો કાર્યક્રમ પણ નક્કી હતો. પરંતુ ૧પમી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક કલાક અગાઉ કલેક્ટરનો મનાઈ હુકમ આવ્યો હતો. મોહન ભાગવતે કેરાલામાં આરએસએસની સભાઓમાં કેરલ સરકાર પર તેના કાર્યકરો અને ભાજપના નેતાઓ પર હુમલો કરાવવા માટે ઉશ્કેરાટ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. ડાબેરી લોકોનો લોહિયાળ ઈતિહાસ છે. જ્યારથી કેરલમાં ડાબેરી સરકાર આવી છે ત્યારથી હુમલાઓમાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી ગયા અઠવાડિયે કેરાલાની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે આરએસએસના કાર્યકરની હત્યાનો ભોગ બનેલ પરિવારને સાંત્વના આપી હતી. રાજેશ નામના કાર્યકર પર ૭૦થી ૮૦ ચાકુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. રાજ્ય પોલીસ મૂકપ્રેક્ષક રહી હતી. કેરલના પલક્કડ ખાતે સરકારી શાળામાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવા બદલ જિલ્લા કલેકટરે શાળાના સંચાલકોને નોટિસ પાઠવી છે. શાળામાં ફક્ત શિક્ષકે ચૂંટાયેલા પ્રતિનિધિ ધ્વજ ફરકાવી શકે છે. આરએસએસ વડા ભાગવતે કેરલમાં પલક્કડ ખાતે સરકારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ભાગવત કેરલની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. કલેક્ટર પી.મેરીકુટ્ટીએ કહ્યું કે તેમણે ઘટનાની વિસ્તૃત માહિતી સરકારને મોકલી આપી છે. સરકારનું શિક્ષણ ખાતું શાળા સામે પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. કલેક્ટરના હુકમને ભાજપ સંઘના નેતાઓએ ડાબેરીઓના ફાસીવાદી નિર્ણય ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ભાજપ સંઘના ૧૪ કાર્યકરોની કેરલમાં ડોબેરીઓએ હત્યા કરી છે. તો ડાબેરી નેતાઓએ તેમના ૧૩ કાર્યકરોની હત્યાનો આરોપ મૂક્યો છે. કેરલ આરએસએસના પ્રમુખે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ શાસનના વિરૂદ્ધ છે. આરએસએસ વડા શાંતિ માટે આગ્રહ રાખે છે.
મોહન ભાગવતે સરકારી હુકમને ઘોળી પી સરકારી શાળામાં ત્રિરંગો લહેરાવ્યો

Recent Comments