(એજન્સી) નવી દિલ્હી, તા.૪
મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કલ્પના પરૂલેકરને આરએસએસના વડા મોહન ભાગવતની બનાવટી તસવીર બનાવવા બદલ સ્થાનિક અદાલતે બે વર્ષની સજા અને ૧૨ હજારનો દંડ ફટકાર્યો છે. તેમણે પી.પી નાવલેકર સાથેની ભાગવતની તસવીર સાથે ચેડાં કર્યા હતા. તે સમયે નાવલેકર રાજ્યના લોકાયુક્ત હતા. જોકે કલ્પના પેરૂલકરે ચુકાદાની વિરદ્ધ અપીલ કરતાં તાત્કાલિક જામીન મળી ગયા હતા. તેમના પર ૨૦૧૧માં એક પ્રેસ કોન્ફરન્સમાં બનાવટી તસવીર જારી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે આ તસવીર પ્રગટ કરતાં વિધાનસભામાં આરોપ મૂક્યો હતો કે, લોકાયુક્ત નાવલેકરના આરએસએસ સાથે સંબંધ છે. ન્યાયાધીશે પોતાના ચુકાદામાં કહ્યું કે, કલ્પના પેરૂલકર બંધારણની સભ્ય છે. અને તેમનું
આચરણ ઉચ્ચ મુલ્યો અનુસાર નથી. કોઈ જનપ્રતિનિધિ પાસેથી આવી અપેક્ષા ન હતી. તેનાથી જનતામાં ખોટો સંદેશ જાય છે. આવા કૃત્યોથી આધારવિહીન દોષારોપણને બળ મળે છે. કલ્પના પેરૂલકર મહીદપુર વિધાનસભાની ધારાસભ્ય છે.
મોહન ભાગવતની તસવીર સાથે છેડછાડ કોંગ્રેસના પૂર્વ એમએલએને બે વર્ષની સજા

Recent Comments