(એજન્સી) તા.રર
જ્યારે હું સમજવા જેટલી મોટી થઈ ગઈ કે મોહર્રમમાં માતમ પાછળના કારણો શું છે ત્યારે મને ખરેખર તેના પ્રત્યે લગાવ થવા લાગ્યો, કારણ કે તે ફક્ત માતમ કરવાનો મહિનો નથી પરંતુ સાથે-સાથે આ મહિનામાં આત્મીયતા વધારે પ્રબળ બને છે. આ માતમ કરબલાના યુદ્ધમાં શહીદ થયેલા હઝરત ઈમામ હુસૈન (રદિ.) અને તેમના સાથીદારોની યાદમાં કરવામાં આવે છે. આ યુદ્ધ ૧૦ ઓક્ટોબર ઈ.સ.૬૮૦માં ઈરાકમાં આવેલા કરબલામાં લડાયું હતું. એક દૃષ્ટિએ જોવા જઈએ તો આ મહિનો સામાન્ય રીતે સમગ્ર વર્ષ દરમિયાન પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત રહેતા સ્નેહીજનો સાથે મળવાની તક પણ છે કારણ કે આ મહિનામાં લોકો માતમ કરવા અને નાઝરી (એક પ્રકારનું જમણવાર) બનાવવા માટે એકત્ર થાય છે અને એટલા માટે જ મારી દૃષ્ટિએ મોહર્રમ એક એવો મહિનો છે જેમાં આપણે પરિવાર સાથે ભેગા મળી શકીએ છીએ અને આપણે જે લોકોને ગુમાવી દીધા છે તેમને યાદ કરી શકીએ છીએ તે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે જે કાંઈ પણ છે તેની સંભાળ લેવી જોઈએ અને ઘનિષ્ઠ આત્મીયતા વિકસાવવી જોઈએ.