લંડન,તા.૮
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું કે હાલનું ભારતીય બોલિંગ આક્રમણ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. અલીએ કહ્યું કે ભારતીય બોલરોએ મને વધારે હિટ કરનારા બોલ ફેંક્યા નહીં એટલા માટે મેં ફક્ત બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો. હું હંમેશા આવું રમતો નથી પણ અમે સારી સ્થિતિમાં હતા. તેણે કહ્યું કે તમે ફક્ત આશા કરો છો કે તેઓ બોલિંગ કરશે પણ તેઓ તમને દબાણમાં લાવી દે છે. તેઓ એક સમાન સ્પીડ અને એક જ ક્ષેત્રમાં બોલિંગ કરે છે. મેં અત્યાર સુધી જેટલા સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણનો સામનો કર્યો. આ તેમાંથી એક છે. ભારતીય બોલરો હંમેશા સતત સારી બોલિંગ કરતા રહ્યા. મોઈન અલીએ ૧૭૦ બોલમાં પ૦ રનની ઈનિંગ રમી અને કુક સાથે ૭૩ રનની ભાગીદારી કરી. આ બંનેની અર્ધશતકીય ઈનિંગ છતાં પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડે ૧૯૮ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.