(એજન્સી) નવી દિલ્હી, તા.૪
અમેરિકાની રેટીંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા માટે ખતરાની ઘંટડી વગાડી હતી. મૂડીઝ દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત મૌજુદા નાણાંકીય વર્ષમાં ૩.૩% જીડીપી રાજકોષીય ઘાટાનો લક્ષને પ્રાપ્ત નહીં કરી શકે. મૂડીઝ ઈવેસ્ટર સર્વિસે બુધવારે કહ્યું કે બહુસંખ્યક ભારતીય અને વિદેશી નિવેશકોનું માનવું છે કે, તેલની વધેલી કિંમતો દેશ અર્થતંત્ર માટે ખતરા સમાન છે. અમેરિકી રેટીંગ એજન્સીનો આ અહેવાલ આ વર્ષે જૂનમાં મુંબઈ અને સિંગાપુરમાં થયેલી વાર્ષિક ઈન્ડિયા ક્રેડિટ કોન્ફરન્સમાં સામેલ ૧૦૦થી વધુ નાણાંકીય સંસ્થાનો સહિત ૧૭પ પ્રતિભાગીઓ પર આધારિત છે.
નિવેશકોને ભારતીય અર્થવ્યવસ્થામાં જે ખતરો દેખાય છે તેમાં નાણાંકીય ખાધ, જાહેર બેંકો માટે પેકેજ વિગેરે અંગે પ્રશ્નો પૂછાયા હતા. મૂડીઝના ઉપાધ્યક્ષ જોય રેનકોથેજે રિપોર્ટમાં જણાવ્યું કે, સિંગાપુરમાં અધિકતર પ્રતિભાગીઓએ તેલની વધતી જતી કિંમતોને ખતરો બતાવ્યો. જ્યારે ૩૦.૦૩ લોકોએ વધતા વ્યાજના દરોને બીજો ખતરો બતાવ્યો. જ્યારે મુંબઈમાં ર૩.૧% લોકોને ઘરેલુ રાજનૈતિક ખતરાને બીજો સૌથી મોટો ખતરો બતાવ્યો. જવાબ આપનારા અધિકતર લોકોએ કહ્યું કે ભારતમાં સ્થાનિક જીડીપી દર ૩.૩% રાજકીય ખાદ્યના લક્ષને પ્રાપ્ત નહીં કરી શકે.