ઉના, તા.પ
ઉનાના રેવદ ગામના મુસ્લિમ યુવાનોએ રસ્તા પરથી મળેલુ ૨૫ હજારનું પાકીટ ડોળાસાના વેપારીને પરત કરી પ્રમાણણિકતા દર્શાવી હતી.
આજના સમયમાં પ્રમાણિકતા, ઇમાનદારી, માનવતા જેવા શબ્દો નામશેષ થવાના આરે છે. મામૂલી રકમ માટે ક્રિમીનલ બનાવોનો ગ્રાફ વધતો જોવા મળે છે. ત્યારે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન ઘટનાનું પ્રેરક દ્રષ્ટાંત ઉના તાલુકાના રેવદ ગામે રહેતા સંધિ-મુસ્લિમ યુવાન ઇમ્ત્યાજ ઉન્નડજામ અને અમીન છે. બંને યુવાનો ઉનાના ઉમેજ ગામેથી બળદો લઇ રાત્રીના અગિયાર વાગ્યાના સુમારે રેવદ ગામે પરત આવતા હતા. ત્યારે કેસરિયા ગામથી કિલોમીટર દૂર હાઇવે રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે રસ્તા પરથી રૂા.૨૫ હજારનું પાકીટ મળી આવેલ હતું. આ પાકીટ મળતાની સાથે તેમના મૂળ માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હતા ત્યાજ થોડી વારમાં માલિકનો ભેટો થતાં પાકીટ માલિક એવા ફેરી કરી પેટ્યુ રળતા રાજુભાઇ નામના લુહાણા વેપારીને પરત કરી પ્રમાણિકતાનું પ્રેરક દ્રષ્ટાત પુરૂં પાડેલ હતું.