(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૩૧
‘આ દેશને વિશ્વના નેતૃત્વનો અધિકાર છે’ તેમ દૃઢ વિશ્વાસ મોરારીબાપુએ તલગાજરડા ખાતે રામકથા ‘માનસ ત્રિભુવન’માં વ્યકત કર્યો. સરદાર જ્યંતિ પ્રસંગે તેમણે શ્રદ્ધાંંજલિ સાથે સૌને શુભકામના પાઠવી હતી.
નકુમ પરિવારના નિમિત્ત માત્ર યજમાન દ્વારા યોજાયેલ આ રામકથાના પાંચમાં દિવસે બે અશ્વ તથા ત્રણ રથની વાત કરી. આ સાથે જ નવ પ્રકારના ગુરૂઓ પર પ્રકાશ પાડ્યો.
કથાનો પ્રારંભ કરતા મોરારીબાપુએ આજે સરદાર જ્યંતિ પ્રસંગે સરદાર પટેલ સાથે ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજીના સંવાદ તેમજ ગાંધીજીના ઉલ્લેખ સાથે ગૌરવ ભાવ વ્યક્ત કર્યો.
અહીં પધારેલ નિત્ય સ્વરૂપ સ્વામીએ તેમના ઉદ્‌બોધનમાં મોરારીબાપુની પરંપરાને બિરદાવી કહ્યું કે શ્રેષ્ઠ સાંભળવાથી શ્રેષ્ઠ મળી શકે.
રામકથામાં આજે નિર્મલા બા, ગોવિંદબાપુ, ઉર્જાનંદજી, રામબાપુ, અજય બાપુ, શરદભાઈ વ્યાસ વગેરે ધાર્મિક મહાનુભાવો સાથે અર્જુનભાઈ ખાટરિયા, કબીરભાઈ પિરઝાદા, જ્યંતિભાઈ ગોરડિયા, નાનાભાઈ રોયલા, હિરાભાઈ ગાંગાણી, સાથે ભાવનગરના ભાજપ અગ્રણીઓ અમોદભાઈ શાહ, દિગુભા ગોહિલ, કિશોરભાઈ ભટ્ટ, બટુકભાઈ ધાંધલા, મુકેશભાઈ બંગાળિયા સહિત મોટી સંખ્યામાં શુભેચ્છો અને શ્રોતાઓએ કથાનો લાભ લીધો હતો.