ભાવનગર, તા.ર૭
અયોધ્યામાં ચાલી રહેલી માનસ-ગણિકા રામકથાના છઠ્ઠા દિવસે કથામાં ઉપસ્થિત ગણિકા (સેક્સ વર્કર)ને સંબોધિત કરતા બાપુએ કહ્યું હું ઈચ્છું કે બહેન-બેટીઓ કુુંટુબ પરિવારવાળી હોય અને તેમની પુત્રીઓને આ વ્યવસાયમાંથી બહાર લાવી લગ્ન વિવાહ કરાવવા ઈચ્છે તો આવી ૧૦૦ દીકરીઓના વિવાહ કરાવવાની જવાબદારી હું એટલે કે તલગાજરડા લેવા તત્પકર છું એવો એક સંકલ્પ છે તેના માટે લગ્નની વિધિ એટલે કે મુરતિયા શોધીને આપ પધારો આપણે આ ભગવત કાર્ય માટે રાજી છીએ.
લોકગાયક કિર્તીદાન ગઢવીએ આ વિવાહ સંસ્કારમાં પોતે લગ્નગીતોની રમઝટ બોલાવવાની તૈયારી બતાવી હતી.
ગણિકા બહેનો માટે ચાલી રહેલા પુનરોત્થાન યજ્ઞમાં આજે વધુ ૭૯ લાખનો ઉમેરો થતા આ રકમ પ કરોડ ૧૭ લાખની થઈ આસાધારણ પ્રતિસાદથી આવી રહેલા દાન પ્રવાહને હવે શનિવારના બદલે શુક્રવાર સુધી જ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી. આ આંકડો ૭ કરોડથી પાર નીકળી જવાની સંભાવના વર્તાઈ રહી છે.
આજની કથામાં લોકગાયકો અને સાહિત્યકારોની પણ વિશેષ ઉપસ્થિતિ હતી.