મોરબી, તા. ર
મોરબી ચકચારી હનીટ્રેપ કેસમાં યુવતિનો સાગરીત જુગારમાં મોટી રકમ હારી જતા ઉધોગપતિને કેમેરામાં ઉતાર્યાનો ખુલાશો
મોરબી હનીટ્રેપ કેસમાં યુવતિ અને તેનો સાગરીતે અશ્લીલ વીડીયોની કલીપ ઉતારી ઉધોગપતિ પાસેથી ખંડણી માંગનાર બીજુ કોઈ નહી પણ ઉદ્યોગપતિનો દુર નો સગો થતો હોવાનો ખુલાસો રિમાન્ડ દરમિયાન થયો છે ત્યારે ખરેખર જ સમાજમાં દુર ના સગાને તને દુર થી સલામ કહેવુ પડે તેવુ આ પ્રકરણ ઉપરથી શીખવા જેવુ છે મોરબીના ચકચારી હનીટ્રેપ કેસમાં ઉદ્યોગપતિને ફસાવનાર ચાલબાજ યુવતી અને તેના ખંડણીખોર સાગરીતે રિમાન્ડ દરમિયાન ચોકવનારી કબુલાત આપી છેકે રમેશ દઢાણીયા સટ્ટા અને જુગારમાં મોટી રકમ હારી જતા પોતાના જ દૂર ના સગા એવા ઉદ્યોગપતિને કાજલ સાથે મળીને ફસાવવા ગેમ રમી હતી જેમા મોરબીના ઉદ્યોગપતિ મનસુખભાઈ આદ્રોજા સાથે સંબંધો કેળવી બાદમાં પોતાના ઘેર બોલાવી શારીરિક સંબંધો બાંધી વિડીયોક્લિપ ઉતારી લેનાર ચાલબાજ યુવતીએ ઉદ્યોગપતિને બ્લેકમેલ કરી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણમાં મૂળ ધ્રોલની અને હાલ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતી કાજલ હેમરાજ પરમાર નામની યુવતી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક અસરથી યુવતી અને તેના સાગરીત એવા રમેશ તળશી દઢાણીયા નામના શખ્સને ખંડણી લેવા આવો કહી બન્નેને આબાદ ઝડપી લીધા હતા. હનીટ્રેપ કેસમાં પોલીસની ભૂમિકા અંગેપણ તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.