.મોરબી,તા.૧૩
મોરબીમાં નીલકંઠ વિદ્યાલય ખાતે મંગલમય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એનિમલ હેલ્પલાઈન સેન્ટરનંુ હરતું ફરતું દવાખાનું મોરબીને અર્પણ કરવાનો અને બર્ડ સેન્ટર શરૂ કરવાનો કાર્યક્રમ યોજાઈ હતો. જેમાં ટંકારા સુધી અને સમગ્ર મોરબીમાં જ્યાં પણ બિનવારસી ગાય, બળદ, ભેંસ જેવા પશુઓ અને તમામ પ્રકારના પક્ષી પ્રાણી વગેરે અબોલ જીવોની આંતરડી ઠારવા તથા બિમાર અને અકસ્માતે ઘાયલ થયેલા અબોલ જીવોને સમયસર વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે એનિમલ હેલ્પલાઈન સેન્ટર નો શુભારંભ કર્યો હતો. માનવ માટે તો ૧૦૮ની સુવિધા છે. આવી જ રીતે અબોલ જીવો માટે આ ૨૪ કલાક ચાલતી સુવિનની શરૂઆત મોરબી ખાતે કરવામાં આવી છે. મકરસંક્રાંતિના તહેવાર વખતે અસંખ્ય પક્ષીઓ ઘાયલ થાય છે ત્યારે આ હેલ્પ લાઈન નં ૭૦૧૬૨૫૭૦૭૦ ખડે પગે રહેશે અને પક્ષીઓની સેવા સુષુશ્રા કરશે. જરૂર પડ્યે આવા પક્ષીઓને સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. આ સેવા મોરબીમાં ચાલુ કરવામાં કરૂણા ફાઉન્ડેશન રાજકોટવાળા મિલનભાઈ ખેતાણી, ડો.એમ.બી.સીમરિયા, ડો.ટી.કે. સંઘાણી, ડો.ધનજીભાઈ ગામી તેમજ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ જામનગરવાળા સહિતના એ સહયોગ પૂરો પાડ્યો છે. મંગલમય એજ્યુ. ટ્રસ્ટના પ્રમુખ મુળજીભાઈ લિખિયા અને ઉપપ્રમુખ ડી.ડી.સરવૈયા એ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન દિનેશભાઇ વડસોલાએ સંભાળી હતી.
મોરબીમાં એનિમલ હેલ્પલાઈન અને બર્ડ સેન્ટરનો થયેલો પ્રારંભ

Recent Comments