(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૨૨
મોરબી સેશન્સ કોર્ટ દ્વારા અમરેલી જિલ્લા એલસીબી પીઆઈ સામે ગિરફ્તારીનું વોરંટ નીકળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર મોરબી સેશન્સ કોર્ટમાં ચાલતા સેશન્સ કેસ નં.૫૭/૨૦૧૬ અને સેશન્સ કેસ નં.૬૧/૨૦૧૬ એમ બંને કેસોમાં તપાસ અધિકારી તરીકે એ.પી.પટેલ જે હળવદ પોલીસ મથકે પીએસઆઇ તરીકે અને હાલે અમરેલી જિલ્લા એલસીબી પીઆઈ તરીકે ફરજ બજાવતા એ.પી.પટેલને મોરબી સેશન્સ કોર્ટ દ્વારા વારંવાર સમંન્સ પાઠવ્યું હોવા છતાં મોરબી કોર્ટમાં હાજર નહી રહેતા કોર્ટે બેલેબલ વોરંટની પણ બજવણી કરાઈ હતી તેમ છતાં પણ ઉપરોક્ત બંને સેશન્સ કેસોમાં ૬૧/૨૦૧૬ કેસનો આરોપી જેલ હવાલે હોય તપાસ અધીકારી તરીકે કોર્ટમાં હાજર નહી રહેતા કોર્ટનું ઉલ્લંઘન કરી ન્યાયતંત્રના નિયમોની ઐસી-તૈસી કરી દાદ નહી આપતા મોરબી સેશન્સ કોર્ટે કડક હાથે કાર્યવાહી કરતા અમરેલી જિલ્લા એલસીબી પીઆઈ વિરૂદ્ધ ગિરફ્તારી વોરંટ (NBW) કાઢતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.
મોરબી સેશન્સ કોર્ટ દ્વારા અમરેલી પીઆઈ સામે ધરપકડ વોરંટ કાઢતાં ચકચાર

Recent Comments