મોરબી, તા.૧૧
મોરબી રવાપર રોડ પર આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિના બાળકને સવારના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઘરના દરવાજા પાસેથી અપહરણ થતાં મોરબી જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બાબતની જાણ મોરબી જિલ્લા પોલીસને થતા મોરબી જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી પોલીસની ગાડીઓનો કાફલો દોડવી હતી. મોરબીના સિરામિક ઉદ્યોગપતિ જીગ્નેશભાઈ પટેલની પત્ની પોતાના બાળક દેવ (ઉં.વ. ૭)ને લઈ ઘર પાસે ઊભા હતા ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો ધસી આવી સાગર ભાઈ ક્યા છે તેવું પૂછ્યું હતું જેમાં દેવની માતાએ કહ્યું કે અંદર છે તેને બોલવી આપો કહી માતા દેવને મૂકી ગયા ત્યાં પળવારમાં તો અપરહણકારો બાળકને બાઈક પર લઈને નાસી છુટતા માતાએ તેની પાછળ દોટ મૂકી પણ આરોપી નાસી ગયા હતા. આ બનાવની તુરત જ પોલીસને જાણ કરવામાં આવતા મોરબી જિલ્લા પોલીસે ચારે બાજુ નાકાબંધી કરી દઈ પોલીસની ગાડીઓ દોડતી કરી હતી ત્યાં રફાળેશ્વર પાસેથી બાળકને મુક્ત કરાવી બંને આરોપીને ઝડપી લીધા હતા.