મોરબી, તા.૩
મોરબીના પક્ષીપ્રેમીએ મિસ્ત્રી કામની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી ૮૦૦૦ જેટલા ચકલીઘર બનાવી પક્ષી પ્રત્યે પ્રેમની લાગણી વરસાવી છે. ૩૯ વર્ષીય ગીરીશભાઈ માવજીભાઈ નકુમ પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરી ૮૦૦૦ હજાર જેટલા ચકલીઘર બનાવી સમગ્ર સમાજને નવો રાહ ચિંધ્યો છે. ગીરીશભાઈનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી મિસ્ત્રીકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગીરીશભાઈને પોતાના માતા-પિતા અને ગુરૂજી પ્રભાકરજીના આશીર્વાદની સાથે પ્રેરણા મળી હતી. જેને આજ અનોખી મિશાલ કાયમ કરી છે. તેમના ધર્મપત્ની રેખાબેન પણ સારો એવો સાથ સહકાર આપી મદદરૂપ બને છે. તેમણે જણાવ્યું હતું કે મિસ્ત્રીકામ સાથે જોડાયેલા તમામ મિત્રોને એક સ્ટેજ પર લાવવા મિસ્ત્રી કલબનંુ નિર્માણ કર્યું હતંુ. આજે ૧૫૦ જેટલા સભ્યો આ વ્યવસાય સાથે જોડાઈ ગયા છે. ઉપરાંત નવરાશના સમયમાં તમામ સભ્યોને બોલાવી ચકલીઘર બનાવવાનું નક્કી કરી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી. જે આજે સાતમા આસમાને પહોંચી વિનામૂલ્યે ચકલીઘરનંુ વિતરણ કરે છે. તમામ સભ્યો મહિનામાં બેથી ત્રણ વખત રાત્રે ચકલીઘર બનાવવા સમય કાઢે છે. ગીરીશભાઈની આ સેવાકીય પ્રવૃત્તિમાં કોઈ સરકારી મદદ મળતી નથી. જેથી બહાર ગામ સુધી પહોંચાડવા માટે કાચા માલની જરૂર પડે છે. બનતી કોષીશે બહારગામવાળાને ૨૦ માળા આપી શકે છે. જો કાચો માલ મળી રહે તો ગીરીશભાઈનંુ સપનું છે કે સમગ્ર દેશમાં મોરબીના ચકલીઘર પહોંચે એમ છે. તદુપરાંત ગીરીશભાઈ સ્કૂલમાં જઈ વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપે છે. ગીરીશભાઈનો આ સેવાકીય સંદેશ લોકો સુધી પહોંચે તે માટે કથાકાર શ્રી અશ્વિનભાઈ જોષીને ચકલીઘરની ભેટ આપી હતી.