બોડેલી, તા.ર૩
છોટાઉદેપુર જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવોના નામે ફોર વ્હીલ ગાડીઓ પર લોકો પાસે લોન કરાવી હપ્તા એજન્સી ભરશે તેમ કહી રૂા.૧,૩૦,૦૦૦/- ની ડિપોઝીટના નામે મોટું કૌભાંડ થયાની શક્યતા દેખાઈ રહી છે.
બોડેલીની પ્રજા સાથે અવારનવાર છેતરપિંડી થયેલ છે. પહેલા ડેટા એન્ટ્રીના નામે કરોડો રૂપિયા બિટકોઈન અને જલારામ મહિલા કો.ઓ.માં આ બધામાં બોડેલીવાસીઓના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. તમારે આજથી આઠ મહિના અગાઉ બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવો નામની ઠગ એજન્સી જિલ્લામાં સક્રિય થઈ હતી. જેમાં લોકોને કહેવામાં આવતુ કે સરકાર બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત લોકોને ફોર વ્હીલ ગાડી આપવાનું નક્કી કરેલ છે અને તેમાં પણ ગામમાંથી લીમીટેડ ગાડીઓ આપવાની છે. જેમાંં ગાડીની કિંમત મર્યાદા ૧૦ લાખ સુધીની છે. ગાડી લેનારે પોતાના કાગળો જે તે બેન્કમાં આપી ગાડી પર લોન મંજૂર કરાવી હતી અને ગાડી ખરીદનાર કાગળો એજન્સીને આપ્યા હતા. અને ગાડી લોનનું ડાઉન પેમેન્ટ ખરીદનારે ભરવાનું હતું અને રૂા.૧,૩૦,૦૦૦/- જેટલા રૂપિયા ઠગ એજન્સીને ડિપોઝીટ પેટે જમા કરાવ્યા હતા અને લોનના હપ્તા એજન્સી ભરશે. તેમ કહી બોડેલી વિસ્તારમાં પથી ૬ ગાડી અને સમગ્ર જિલ્લામાં રપથી ૩૦ ગાડીઓ લોકો લઈ લીધી હતી. ત્રણ-ચાર મહિના લોનના હપ્તા ઠગ એજન્સીએ ભર્યા બાદ હાલમાં ત્રણથી ચાર મહિનાથી હપ્તા ભરવાનું બંધ થઈ ગયું છે અને ગાડી માલિકો પોતે હપ્તા ભરે છે. એજન્સી સાથે વાત થતાં ટૂંક સયમમાં હપ્તા ચાલુ કરીશું કહીને ગાડી માલિકોને આશ્વાસન અપાઈ રહ્યું છે. જ્યારે સરકારી અધિકારીઓને આ એજનસી કે સરકારની આવી ગાડીઓ આપવાની સ્કીમ વિષે કોઈ માહિતી નથી.