(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
બાળકોને દત્તક આપવાના કૌભાંડમાં એક સાધ્વીની ધરપકડ બાદ સરકારે મધર ટેરેસા દ્વારા સ્થાપિત ચાઈલ્ડ કેર હોમના તાત્કાલિક નિરીક્ષણનો હુકમ આપ્યો છે. ગેરકાયદેસર રીતે બાળકોને દત્તક લેવાનો કારોબાર ઘણો મોટો છે. દર વર્ષે ભારતમાં ૧ લાખ બાળકો ગુમ થાય છે. સરકારનું કહેવું છે કે, કેટલાક હતાશ ગરીબ પરિવારો પોતાના બાળકોને ત્યજી દે છે. પરંતુ બીજાઓના બાળકો હોસ્પિટલો અને રેલવે સ્ટેશનો પરથી ચોરાઈ કે છીનવાઈ જાય છે. પોલીસે ઝારખંડના પાટનગર રાંચી ખાતે આવેલ ચેરિટી ઓફ મિશનરીમાંથી પ બાળકોને હજારો ડોલરમાં વેચી દેવાના આરોપોની ઘટનાની તપાસ હાથ ધરી છે. સોમવારે મહિલા બાળકલ્યાણમંત્રી મેનકા ગાંધીએ રાજ્યોને કહ્યું છે કે તે રાજ્યમાં આવેલ મિશનરી ઓફ ચેરિટી હોમોની તાત્કાલિક તપાસ હાથ ધરે. તેમણે કહ્યું કે તમામ ચાઈલ્ડ કેર ઈન્સ્ટિટ્યુશનોએ કેન્દ્રીય એડોપ્સન ઓથોરિટી સમક્ષ એક માસમાં નોંધણી કરાવવાની રહેશે. દત્તક લેવાના કૌભાંડ બાદ મિશનરી ઓફ ચેરિટીએ કહ્યું કે, તેઓ ઝારખંડની ઘટનાને ગંભીરતાથી લેશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન આપશે. કોલકાતા ખાતે આવેલા મિશનરીનું વડું મથક દેશભરમાં મિશનરીઓ પર દેખરેખ રાખે છે. ૧૯૪૬ મધર ટેરેસાએ ચેરિટી ઓફ મિશનરીની સ્થાપના કરી હતી. ચેરિટી દેશમાં દત્તક લેવાની પ્રક્રિયામાં કાયદેસર મદદ પૂરી પાડતી હતી પરંતુ ર૦૧પથી તેણે એડોપ્સન સેન્ટરો બંધ કરી દીધા છે.
બધા જ મધર ટેરેસા હોમ્સનું નિરીક્ષણ કરવા સરકારનો હુકમ

Recent Comments