(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
હાલમાં જ ઓટો સેક્ટરમાં જોરદાર મંદી અને વેચાણમાં ૩૦-૩પ ટકા સુધીના ઘટાડાના સમાચાર આવી રહ્યા હતા. દેશની સૌથી મોટો કાર કંપની મારૂતિ સુઝુકી સહિત હ્યુંડાઈ, મહિન્દ્રા, હોન્ડા કાર અને ટોયોટા કિલોસ્કર મોટર્સ જેવી પ્રમુખ વાહન કંપનીઓના વેચાણમાં જુલાઈમાં બેવળા અંકનો ઘટાડો નોંધાયો હતો અને આ પણ જણાવવામાં આવ્યું હતું કે, દેશભરમાં સેંકડો ડિલરશીપ બંધ થઈ થયા છે. હવે દેશનું ટેક્સટાઈલ સેક્ટર પણ મંદીનું શિકાર થતું જઈ રહ્યું છે અને ટેકસટાઈલ મિલોના સંગઠનનો દાવો છે કે માત્ર મોટી સંખ્યામાં નોકરીઓ સમાપ્ત થઈ રહી છે પરંતુ સંપૂર્ણ દેશમાં એક તૃતિયાંશ મિલો બંધ થઈ ચૂકી છે. અંગ્રેજી વર્તમાન પત્ર ઈન્ડિયન એક્સપ્રેસમાં મંગળવારે અડધા પાનાની એક મોટી જાહેરાત છપાણી છે જેમાં નોકરીઓ ગુમાવ્યા પછી ફેકટરીથી બહાર આવતા લોકોના સ્કેચ બનાવવામાં આવ્યા છે. તેની નીચે લખ્યું છે કે દેશની એક તૃતિયાંશ સ્પિનિંગ મિલો બંધ થઈ ચૂકી છે અને જે ચાલી રહી છે તે ભારે નુકસાનમાં છે તેની સ્થિતિ એવી પણ નથી કે તે ભારતીય કપાસ ખરીદી શકે તેથી કપાસના આગામી પાકનો કોઈ ખરીદાર નહીં હોય. અંદાજ છે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો કપાસ ઉગવા જઈ રહ્યો છે તેથી તેની અસર કપાસના ખેડૂતો પર પણ પડશે.
રવિશકુમારનો બ્લોગ : ભારતની અર્થવ્યવસ્થામાં મંદી જેવી સ્થિતિ કેમ ?
રવિશુકમાર લખે છે સોમવારે ફરીદાબાદ ટેક્સટાઈલ એસોસિએશનના અનિલ જૈને જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ સેકટરમાં રપથી પ૦ લાખની વચ્ચે નોકરીઓ ગઈ છે. આ સંખ્યા પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો પરંતુ આજે ટેક્સટાઈલ સેકટરે જાહેરાત આપીને કાળજુ જ બતાવી દીધું છે. દોરાની ફેકટરીઓમાં એક અને બે દિવસ બંધ થવા લાગી છે, દોરાનું નિકાસ ૩૩ ટકા ઘટી ગયું છે. તેમણે લખ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે વર્ષ ર૦૧૬માં ૬૦૦૦ કરોડ રૂપિયાના પેકેજ અને અન્ય છૂટોની જોરશોરથી જાહેરાત કરી હતી અને દાવો કર્યો હતો કે ત્રણ વર્ષમાં કરોડો નોકરીઓનું સર્જન થશે. ઉંધું નોકરીઓ જતી રહી. પેકેજની જાહેરાત સમયે ઘણા તંત્રીલેખ લખવામાં આવ્યા હતા. પ્રશંસાઓ થઈ રહી હતી. પરિણામ સામે છે. ખેતી પછી સૌથી વધુ લોકો ટેક્સટાઈલમાં રોજગાર મેળવે છે અને ત્યાંનું સંક્ટ એટલું મારક છે કે જાહેરાત આપવી પડી રહી છે. ટીવીમાં નેશનલ સીલેબસની ચર્ચા વધારવી પડશે.