(એજન્સી) નવી દિલ્હી, તા.૧
પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીની હોટલ ફલકનુમા પેલેસમાં ડીનર કરતા સીસીટીવી ફૂટેજ ત્યાંનાં લોકલ ટીવી ચેનલો પર લાઈવ પ્રસારિત કરવામાં આવી હતી. જેવી જ સિનિયર પોલીસ અધિકારીઓને આની ગંધ આવી આનન-ફાનનમાં ટીવી ચેનલો પર લાઈવ પ્રસારણ રોકવામાં આવ્યું. જણાવી દઈએ કે હૈદરાબાદમાં આયોજિત બે દિવસીય ગ્લોબલ આંત્રપ્રેન્યોરશિપ સમિટ-ર૦૧૭માં ભાગ લેવા ઈવાન્કા ટ્રમ્પ આવી હતી. પીએમ મોદીએ તેમના સન્માનમાં હોટલ ફલકનુમાં પેલેસમાં તેમને અને અમેરિકી પ્રતિનિધિ મંડળને રાત્રી ભોજન આપ્યું હતું.
પીએમની આ ઈવેન્ટનું મીડિયામાં પ્રસારણ કરવા પર કડક પ્રતિબંધ હતો. છતાં તેની હોટલની અંદરથી તેનું લાઈવ પ્રસારણ થયું. પીએમઓના અધિકારીઓએ આ મામલામાં જાણકારી પ્રાપ્ત કરી એસપીજીને એલર્ટ કર્યા. તે પછી એસપીજીના અધિકારીઓએ તેલંગાણા પોલીસના ટોપ અધિકારીઓને આ વિશે વાત કરી તરત પ્રસારણ રોકવા કહ્યું. ટીઓઆઈ મુજબ શરૂઆતી તપાસમાં ખબર પડી છે કે સીસીટીવી ફૂટેજનું લાઈવ પ્રસારણ હૈદરાબાદ પોલીસ કમિશનરના કાર્યાલયથી થયું, જ્યાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાયું હતું. આ સેન્ટરના કેટલાક અધિકારીઓએ અમુક રિપોર્ટરોને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જવાની પરવાનગી આપી હતી જ્યારે હોટલમાં ડીનર ચાલી રહ્યું હતું. જણાવીએ કે આ જ સમિટમાં ઈવાંકા ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે બાળપણમાં ચા વેચીને કોઈ વ્યક્તિ માટે વડાપ્રધાન બની જવું એક મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે ભારતમાં પરિવર્તનશીલ બદલાવ થઈ રહ્યો છે. મંગળવારે (ર૮ નવેમ્બર)ના રોજ હૈદરાબાદમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશીપ સમિટ એટલે કે વૈશ્વિક સાહસિકતા શિખર સંમેલનને સંબોધિત કરતા આ વાત કરી ઈવાંકાએ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ સંમેલનમાં ૧પ૦૦ મહિલા સાહસિકો ભાગ લઈ રહી છે.