(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.રર
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ પડતાં જિલ્લાના તમામ જળાશયો બે કાંઠે વહી રહ્યા છે. ત્યારે જિલ્લાની હાલ ઉપરવાસ વરસાદના કારણે અને નર્મદા ડેમની ૧૩૨ ફૂટ ઉપર પહોંચી છે.
ત્યારે જિલ્લામાં છેલ્લા ૧૦ માસમાં પાટડી, ધાગધ્રા, લીમડી, વઢવાણ અને જિલ્લાના અનેક તાલુકાઓમાંથી પસાર થતી ૧૦થી વધુ માઇનોર કેનાલમાં ગાબડાઓ પડ્યા છે. જેના કારણે હજારો ગેલન પાણીનો બગાડ થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી બોટાદ અને અનેક માઇનોર કેનાલોમાં નબળું કામ સામે આવ્યું છે.
થોડો વરસાદ પડ્યો અને જિલ્લાની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને ગાબડાઓ પાડવા લાગે છે. ત્યારે આજુબાજુના ખેડૂતોએ કેનાલમાં નબળું કામ થયા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ખાસ કરી ચુડા પંથકમાં કેનાલોમાં ગાબડાઓ વધુ છે.
હાલ નર્મદાની જિલ્લાની નર્મદાની કેનાલોમાં અવાર-નવાર નબળું કામ સામે આવ્યું છે. ત્યારે અનેક વખત જિલ્લાના ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં ભષ્ટાચાર અને નબળું કામ થતું હોવાનું તંત્રને ધ્યાને દોર્યુ છે. છતાં હજુ સુધી કોઈ પણ આ નબળા કામ અંગે તંત્ર દ્વારા તપાસ આરંભવામાં આવી નથી અને તંત્ર સાવ આ બાબતે નિષ્ફળ નીવડ્યું છે.