કોડીનાર,તા.૧પ
કોડીનારમાં દરગાહ શરીફના મેદાનમાં મુસ્લિમ એકતા સંમેલન યોજાયું હતું. મુસ્લિમો ફિરકા પરસ્તી છોડી એકજૂથ કરવા માટે યોજાયેલા આ એકતા સંમેલનમાં તમામ ફિરકાના બુદ્ધિજીવીઓ, ધર્મગુરૂઓ એક મંચ ઉપર એકઠા થયા હતા. એકતા સંમેલનમાં હાજર રહેલા મૌલાના અહેમદ શેખે ઈતિહાદ અને ઈતિફાક મુસલમાનોમાં પેદા થઈ જાય ત જ ઈસ્લામની તાલીમ હોવાનું અને આજે આખા વર્લ્ડમાં મુસ્લિમ દેશો અને તવંગરો વધુ હોવા મુસ્લિમો વધુ પરેશાન છે. તેનું કારણ આપણે અલગ અલગ ગ્રુપમાં વહેંચાયેલા હોવાના જણાવી આજના સંજોગોમાં ફિરકા પરસ્તી ભૂલી ઈસ્લામ અને મિમના નામે તમામ લોકોને એક થવા હાકલ કરી હતી. જ્યારે ગોશિયા મસ્જિદના ઈમામ સલમાનબાપુએ ઈતિહાદ અને ઈતિફાક મુસ્લિમોમાં પેદા થવું જરૂરી હોવાનું જણાવી મુસ્લિમો જો એક થઈ જાય તો કામયાબ થઈ જશે હોવાનું જણાવ્યું હતું. જ્યારે પૂર્વ તાલુકા વિકાસ અધિકારી બશીરભાઈ શેખે જણાવ્યું હતું કે આજે આપણા કોમની સૌથી મોટી જરૂરિયાત એકતા છે. એજ્યુકેશન વિના એકતા આવવી શક્ય નથી. આપણા જ આપણા દુશ્મનો છે. જો આપણી પાસે એજ્યુકેશન હશે તો આપણે આવા એકતાના વિરોધીઓને જડબાતોડ જવાબ આપી શકશું. આપણા સમાજમાં એજ્યુકેશનની કમીએ સૌથી મોટી ચિંતાનો વિષય હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય આયોજક સૈયદ સંજરબાપુ કાદરીએ તમામ મુસ્લિમો એક બને તે જ તેમનું મકસદ હોવાનું જણાવી તમામ મુસ્લિમોને ફિરબા પરસ્તી કોરાણે મુકી એક થવા હાકલ કરી હતી.