લખનૌ,તા.૮
લખનૌમાં રાજયના કૈશર બાગ કાર્યાલય ખાતે ઉત્તરપ્રદેશ જામિઅતે ઉલમા આઈની એક મહત્વનીં બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં આગામી સત્ર માટે રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે જામિઅતે ઉલમાના જનરલ સેક્રેટરી મૌલાના અરશદ મદનીના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો મૌલાના અરશદ મદનીની નિસ્વાર્થ સેવા કાર્ય અને બુધ્ધિચાતુર્યને લક્ષમાં રાખી મૌલાના અબ્દુલ હાદીએ આગામી રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે મૌલાના અરશદના નામનો પ્રસ્તાવ મુકયો જેને અન્ય સભ્યોએ સર્વસંમતિથી વધાવી લીધો હતો મૌલાના અરશદ મદનીનો આગામી રાષ્ટ્રીય પ્રમુખપદ માટે સર્વસંમતિથી સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો છે.