માંગરોળ, તા.૧૪
બીજા પર નિર્ભર રહેવા કરતા આર્થિક રીતે સદ્ધર થઈ બીજાની મદદ કરવા વાળા બનવું જોઈએ.
માંગરોળ ખાતે મુસ્લિમ સમાજ ના એક ખાસ પ્રોગ્રામમાં આમંત્રિત લોકોને સંબોધતા ગોધરાના મૌલાના ઈકબાલ બોકડાએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુસલમાનોને દરેક ક્ષેત્રમાં પોતાનો આધિપત્ય જમાવવાનું અહવાન કરતા જણાવ્યું હતું કે, આજે દુનિયામાં ઈસ્લામ અને મુસલમાનો વિશે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજો દૂર કરવા માટે મુસ્લિમોએ બહાર આવવું પડશે. તેના માટે મુસલમાનોએ ધાર્મિક શિક્ષણની સાથો-સાથ ક્વોલિટી એજ્યુકેશન તરફ આગળ વધવું જોઈએ. રાજકીય અને મીડિયાના ક્ષેત્રમાં પણ વગ જમાવી આર્થિક રીતે સદ્ધર થવા માટે પણ સખત મહેનત કરવી જોઈએ.
તેમણે એજ્યુકેશન નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મ ફક્ત મુસલમાનોની નહીં બલ્કે ઈન્સાનિયતની સેવા માટેનો ધર્મ છે. આજે આપણે એજ્યુકેશનમાં ખૂબ જ પાછળ રહી ગયા છે. સચ્ચર કમિટીના રીપોર્ટ મુજબ ૈૈંંસ્ મા ફકત ૬૩ (૧.૩%) મુસ્લિમ યુવાનો અભ્યાસ કરે છે. આપણી પાસે ક્વોલિટી એજ્યુકેશન હોવું જોઈએ. એજ્યુકેશન નો મકસદ આપણા બાળકોને ઉચ્ચ હોદ્દા સુધી પહોચાડવાનો હોવો જોઈએ. ક્લાસ વન હોદ્દાઓ પર મુસ્લિમો ફક્ત ૧.૪ % છે.
મુસલમાનો એ ભૂતકાળમાં પણ આ દેશ ને ઉચા લેવલ પર પહોચાડયો છે પરંતુ આજે મુસલમાનો ના ઈતિહાસ વિશે પણ ભ્રામકતાઓ ફેલાવવામાં આવી રહી છે. ટીપૂ સુલતાન વિશે ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. ટીપું સુલતાને આ દેશને રોકેટ ટેક્નોલોજી આપી. અમેરીકામાં નાસાની ઓફીસમાં આજે પણ ટીપૂ સુલતાનની ફોટો લગાવેલો છે. દેશમાં ૭૫૦ અંગ્રેજી રાષ્ટ્રીય અખબાર નિકળે છે તેમાંથી એક પણ અખબારનો માલિક મુસ્લિમ નથી. આવા સંજોગોમાં પણ આપણા દેશમાં બહુ મોટી સંખ્યામાં ઈનસાફ પસંદ લોકો મૌજૂદ છે અને આ બાબતે આપણે દીની અને દુન્યવી તાલીમમાં ખૂબ જ આગળ વધવું પડશે. તમામ મુસ્લિમોએ ફીરકા પરસ્તિ છોડી મુત્તહીત બની એક થવું પડશે.
મુસલમાનોની રાજકીય પરિસ્થિતિથી વાકેફ કરતા તેમણે જણાવ્યું હતું કે યુ. પી. મા ચાર કરોડ મુસ્લિમ હોવા છતાં ૨૦૧૪ મા ત્યાથી એક પણ મુસ્લિમ સાંસદ પાર્લામેન્ટમાં પહોંચી શક્યો નહી. પાર્લામેન્ટમાં ૨૦૦૪મા મુસ્લિમ સાંસદ ૩૨ હતા. જ્યારે ૨૦૦૯મા ૨૮ અને તેમાંથી પણ ઘટીને ૨૦૧૪માં ૨૩ જ રહ્યા. લગાતાર મુસ્લિમ સાંસદ ઘટી રહ્યા છે. ગુજરાત વિધાનસભા પણ એક સમયે નોંધપાત્ર ધારાસભ્યો હતા જ્યારે આજે ફક્ત ત્રણ જ મુસ્લિમ ધારાસભ્યો રહ્યા છે. રાજસ્થાનમા ૨૦૦માંથી ફક્ત બે જ મુસ્લિમ ધારાસભ્યો છે. દરેક ક્ષેત્રમાં મુસલમાનોની સ્થિતિ કેવી લથડી રહી છે તેના વિશે વિચાર વિમર્શ કરવાનો સમય છે. આવા સંજોગોમાં ગફલતમા રહેવાનો નહીં બલ્કે આપણી સ્થિતિ મજબૂત કરવા નો સમય છે.