(સંવાદદાતા દ્વારા) સિદ્ધપુર, તા. ૭
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેર ખાતે જમિઅતે ઉલમાનું ઉત્તર ગુજરાતનું મહાઅધિવેશન યોજાવવામાં આવ્યું હતું. મોડી રાત્રી સુધી ચાલેલ આ મહાઅધિવેશનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. આ મહાસભામાં દેશમાં ચાલતી વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી એ દલિત સમાજના આગેવાનો અને હિંદુ ધર્મના સંતો તેમજ સ્વામીનારાયણ સમુદાયના સંતો આ મહાસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં ભાઈચારાનો સંદેશ પહોંચે તે માટે હાજર લોકોને આગળ આવવા કહ્યું હતું. આ સભામાં મુખ્ય મહેમાન તરીકે જમિઅતે ઉલમા-એ-હિંદના ઓલ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી હઝરત મૌલાના સૈયદ મહમૂદ અસઅદ મદની સાહબ ખાસ હાજર રહ્યા હતા તેઓએ પોતાના તેજાબી વ્યકતવ્યમાં દેશમાં ચાલતા જાતિવાદ હુમલા, જાતિવાદી રાજનીતિની નામ લીધા વગર ઝાટકણી કાઢી હતી. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વની મોટી તાકતોને મુસલમાનોથી નહીં ઈસ્લામથી વેર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઈસ્લામની કદર આખા વિશ્વમાં જો ક્યાંય થતી હોય તે આ ભારત દેશ છે. તેઓએ જણાવ્યું હતુ કે, આજે મુસલમાનોને ડરાવવામાં આવી રહ્યા છે. હાલમાં દેશમાં ચાલી રહેલ જાતિવાદના બનાવોને વખોડ્યા હતા. તેઓએ દલિત સમાજની ચિંતા કરતાં આડકતરી રીતે મીડિયાના સવાલના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે દેશમાં સંવિધાન સાથે છેડછાડ કોઈએ ના કરવી જોઈએ તેવું આડકતરી રીતે મોદી સરકારને નિશાન તાક્યૂં હતું. તાજેતરમાં એટ્રોસિટીના બંધારણીય કાયદામાં સુધારો લાવવાની હિલચાલનો મદની સાહેબે વિરોધ કર્યો હતો. બંધારણમાં કોઈપણ જાતની છેડછાડ ન કરવાની સલાહ આપી હતી. આ પ્રોગ્રામ જમિઅતે ઉલમાના ગુજરાત પ્રમુખ હજરત મો. અબ્દુલ કુદ્દુસ સાહેબ નદવીના અધ્યક્ષ સ્થાને મહાઅધિવેશન યોજવામા આવ્યું હતું કાર્યક્રમમાં હઝરત મૌલાના ઈબ્રાહિમ સાહેબ, હઝરત મૌલાના હકીમુદ્દીન કાસમી સાહેબ તેમજ પાટણ જનરલ સક્રેટરી મો. ઈમરાન શેખ, બનાસકાંઠાના અતિકુર્રહેમાન, સિદ્ધપુર પ્રમુખ હનીફભાઈ પોલાદી,ખચાનચી શાહીરભાઈ સહકાર, ઓર્ગેનાઈઝર મો. અબુલ હસન જમિઅતે ઉલમાના સભ્યો હાજર રહ્યા હતા.