(એજન્સી) રાંચી, તા.૧૧
મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયાના અવસરે સરકારની ઉપલબ્ધિઓ જણાવવા માટે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કાઢવામાં આવેલ રેલીમાં ભાગ લેનારા લોકો સાથે મારપીટ કરવામાં આવી તેમજ આઠથી દસ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભાજયુમોના શીશીરકુમારે જણાવ્યું કે, જ્યારે રાઉન્ડ ફાયરિંગ કરતાં આ ઘટનાના વિરોધમાં ભાજયુમો દ્વારા રસ્તો જામ કરવામાં આવ્યો. ભારતીય જનતા યુવા મોરચાના વિરોધમાં રસ્તા પર ઉતરેલ લોકોએ પીછેહટ કરવાનો ઈન્કાર કરતાં સ્થિતિ વધુ વણસી હતી. સમગ્ર ઘટનાક્રમના પોલીસકર્મી સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યા મુજબ ભાજયુમોની રેલીમાં સામેલ લોકોને ડેલી માર્કેટ પાસે રોકાઈ ધાર્મિક નારા લગાવવા માંડયા ત્યારે બીજા પક્ષે તેનો વિરોધ કરી રેલીને આગળ વધારવા અથવા માર્ગ બદલવા સૂચન કર્યું પરંતુ ભાજયુમો દ્વારા તેનો ઈન્કાર કરાતા સ્થિતિ વણસી હતી. દરજી મોહલ્લા પાસે ગોળીબાર થયો હોવાના ભારતીય જનતા યુવા મોરચાના દાવાની કોઈ પુષ્ટિ કરી શકાઈ નથી. ગુરૂનાનક હોસ્પિટલમાં જે બે યુવકોને ઈલાજ માટે લઈ જવાયા તેમણે માત્ર શરીરમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમને કોઈ બાહ્ય ઈજા થઈ નથી. સમગ્ર ઘટનાક્રમ બાદ રાત્રે દલાદલી ચોક પાસે રાત્રે ૧૧ વાગે બાઈક સવાર મૌલાનાને કેટલાક લોકોએ ઢોરમાર માર્યો હતો. ઘાયલ મૌલાના અઝહસલને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે અન્ય મૌલાના ઈમરાન ભાગી છૂટયા હતા.