(એજન્સી) પંજાબ, તા.રર
હરિયાણાના હિસાર જિલ્લાની ૧૬ વર્ષીય તરૂણી શિવાંગી પાઠક માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે અને સાથે જ મહિલાઓ માટે સંદેશ આપતા કહ્યું કે, મહિલાની ઈચ્છા હોય તો તે કોઈપણ અશક્ય બાબતને શક્ય બનાવી સિદ્ધિ હાંસલ કરી શકે છે. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર શિવાંગી સૌથી ઓછી ઉંમરની મહિલાઓના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. શિવાંગીએ ‘સેવન સમિટ ટ્રેક’માં ભાગ લેવા દરમિયાન આ સિદ્ધિ મેળવી છે તે એવરેસ્ટર પર ચઢીને દુનિયાને બતાવવા માંગતી હતી કે મહિલાઓ કોઈ પણ લક્ષ્યને પામવા સક્ષમ છે. શિવાંગી દિવ્યાંગ પર્વતારોહી અરૂણિમા સિન્હાને પોતાના આદર્શ માને છે. અરૂણીમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવનાર વિશ્વની પ્રથમ દિવ્યાંગ પર્વતારોહી છે. શિવાંગીએ નેપાળથી ૧૬ એપ્રિલના રોજ માઉન્ટર એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું અને ગત સપ્તાહ ગુરૂવારના રોજ એક મહિનાની ટ્રેકિંગ દરમિયાન તેણે માઉન્ટ એવરેસ્ટ પર સફળ ચઢાણ કર્યું. પાઠકે દિલ્હીની જવાહરલાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનમાંથી પર્વતારોહણનો કોર્ષ કર્યો હતો. માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક પાર પાડવા શિવાંગી પૂર્વ તૈયારીના ભાગરૂપ કાશ્મીરની હિમ નદીમાં ઉચ્ચ તાલીમના કાર્યક્રમોમાં ભાગ લેતી હતી.