(એજન્સી) કાઠમંડુ, તા.૧૭
દુનિયાના સૌથી ઉંચા શિખરની ઉંચાઇ હાલ કેટલી છે, તે જાણવા માટે નેપાળની સરકારે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇનીન પુનઃમાપણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નેપાળી સરકારના સ્થાનિક તથા વિદેશી વિશેષજ્ઞોની ટીમે સાથે મળીને આ યોજના શરૂ કરી છે. ૧૫ લાખ ડોલર(આશરે ૯.૬૨ કરોડ રૂ.)નો ખર્ચ થશે અને તેને પૂર્ણ થવામાં આશરે બે વર્ષ જેટલો સમય લાગશે. માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૫માં નેપાળમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે વિશ્વના સૌથી ઉંચા શિખરને અસર થઇ છે. તેમાં પ્રસિદ્ધ હિલેરી સ્ટેપના અસરગ્રસ્ત હોવાના કારણે આ ચર્ચાને વેગ મળ્યો છે. તેથી નેપાળે સર્વેક્ષણ શરૂ કર્યો છે. ટીમ ઉંચાઇ માપવા માટેના ઉપકરણોને ઓક્ટોબર અથવા એપ્રિલમાં શિખર સુધી પહોંચાડશે કારણકે વાતાવરણને ધ્યાનમાં લેતા આ સમયગાળો યોગ્ય માનવામાં આવે છે.