સુરત,તા.૯
સુરતમાં ભટાર વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે ૯ વર્ષનાં બાળકનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ બીઆરટીએસનો ચાલક ફરાર થઇ ગયો છે. અકસ્માત પછી પોલીસ અને ૧૦૮ને ફોન કર્યા છતાં ઘટના સ્થળે મોડા પહોંચતા સ્થાનિકોમાં રોષ છવાયો છે. હાલ તો પોલીસે બીઆરટીએસનાં ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતનાં ભટાર વિસ્તારમાં એક મ્ઇ્‌જીએ બાળકને અડફેટે લેતા તેની મોત નીપજ્યું છે. બીઆરટીએસનાં પૈડાં નીચે બાળકનું માથું આવી જતાં ત્યાં જ તેનું મોત નીપજ્યું છે. આ અકસ્માતની જાણ સ્થાનિકોએ કંટ્રોલ રૂમમાં અને ૧૦૮માં કરી તો પણ ત્યાં આવતાં તેમને એક કલાકથી વધારેનો સમય થયો હતો. જેના કારણે લોકોમાં રોષ છવાયો છે.
સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે ૧૦૮ મોડી આવતા બાળકને તેઓ ટુવ્હીલર પર જ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતાં. હાલ સ્થાનિકોએ આખા વિસ્તારમાં ચક્કાજામ કર્યો છે. બીઆરટીએસ રુટ બંધ કરી દેવામાં આવ્યો છે.