(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧
અમરેલીની વિદ્યાસભા સ્કૂલમાં ધોરણ ૧મા ભણતો વિદ્યાર્થી આજે શાળા છૂટ્યા બાદ સ્કૂલની સીડી ઉપર બેસી પાણી પી રહયૉ હતો અને અચાનક બેભાન થઇ પડી જતા સ્કૂલ સંચાલકો દ્વારા સારવાર અર્થે લઇ જતા તેનું મોત થતાં અરેરાટી મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ વિદ્યાસભા સ્કૂલમાં ધોરણ ૧મા ભણતો કુશ રાજેશભાઈ ગધેસરિયા (ઉ.વ.૬) આજે રાબેતા મુજબ બપોરે સ્કૂલ ગયો હતો જેથી સાંજે ૫ઃ૩૦ સ્કૂલ છુટયાબાદ કુશ રૂમમાંથી બહાર નીકળી નીચે સીડીએ બેસી પાણી પી રહયો હતો અને અચાનક તે પાણી પિતા પિતા પડી ગયેલ હતો અને સ્કૂલ સંચાલકો દ્વારા તાબડતોબ ડોક્ટર હાઉસ ખાતે સારવારમાં લઇ ગયેલ અને ત્યાંના તબીબીએ સિવિલમાં લઇ જવાનું કેહતા સિવિલ લઇ જતા ત્યાં તેની માત્ર લાશ પહોંચેલ હતી વિદ્યાસભા સ્કૂલના આ વિદ્યાર્થીનું અચાનક શંકાસ્પદ મોત થતાં તેનું પીએમ પણ કરવામાં આવેલ છે સ્કૂલ સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કુશને વાઇની બીમારી હોવાથી આવું બનેલ છે પરંતુ મોતનું સાચું કારણ પીએમ બાદ ખ્યાલ આવશે આ બનાવથી સમગ્ર શહેરમાં અરેરાટી મચી જવા પામી હતી.