પછીથી ટ્‌વીટ ડિલીટ કરીને માફી માંગી
(એજન્સી) દેવાસ, તા.૭
જ્યાં એક તરફ ભાજપા શાસિત રાજ્ય મધ્યપ્રદેશમાં સગીરા છોકરીઓથી બળાત્કાર મામલાઓ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા ત્યાં જ બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી ભુપેન્દ્રસિંંહનો એક એવું ટ્‌વીટ સામે આવ્યું છે જેને લઈ વિવાદ ઊભો થયો છે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહે બળાત્કાર બાદ હત્યા કરવામાં આવેલ માસુમ બાળકીનું નામ કથિત રીતે સાર્વજનિક કરી દીધું. જો કે પછીથી તેઓએ ટ્‌વીટને ડિલીટ કરતાં માફી માંગી લીધી હતી સાથે આના પર સ્પષ્ટતા કરી હતી. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં પાંચ નવેમ્બરના રોજ સાતમા ધોરણની વિદ્યાર્થિની સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ ‘જનસેવા’માં ફરિયાદ થઈ હતી. ફરિયાદનું નિવારણથી લઈને ઘટનાના આરોપીની ધરપકડની જાણકારી ગૃહમંત્રીના અધિકારીક ટ્‌વીટરથી આપવામાં આવી હતી.
ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહે ટ્‌વીટ કરતાં લખ્યું કે, ‘જનસેવા નિવારણ’ ગામ સેન્ટ્રલ દેવાસમાં પાંચ નવેમ્બરના રોજ થયેલ બળાત્કાર સાથે હત્યાની ઘટનાની ફરિયાદ જનસેવામાં મળી છે. આ સંબંધિત પોલીસને ઝડપથી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. કુમારીની હત્યાના આરોપી લોકેશ વિરૂદ્ધ કેસ દાખલ કરી ધરપકડ બાદ જેલ મોકલવામાં આવ્યો છે.
પ્રદેશના ગૃહમંત્રીથી થયેલ બેદરકારીથી એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. જો કે લાપરવાહીની ઘટના સામે આવ્યા બાદ ગૃહમંત્રીએ પોતાની ટ્‌વીટ હટાવી લીધી છે પણ તેમના ટ્‌વીટનોએક સ્ક્રીન શોર્ટ સોશ્યલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે પછીથી ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહે ટ્‌વીટ કરતાં લખ્યુંં કે, અમે આમ જનતાની સમસ્યા નિવારણ માટે પૃથક જનસેવા નિરાકરણ સેલ સંચાલિત કરી રહ્યા છીએ. જેમાં સોશ્યલ મીડિયા દ્વારા જનસમસ્યાઓ સાંભળવામાં આવે છે. આ સેલના એક કર્મચારીએ ભૂખથી પિડાતા બાળકનું નામ સાર્વજનિક કરી દીધું છે. આ કર્મચારીને તત્કાળ સેલથી હટાવી લેવામાં આવ્યો છે. મને આ ભૂલ માટે ખેદ છે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (દ્ગઝ્રઇમ્)ના રિપોર્ટ મુજબ, ર૦૧૭માં દેશમાં ર૮,૯૪૭ મહિલાઓ સાથે બળાત્કારની ઘટના બની છે. જેમાં મધ્યપ્રદેશમાં ૪૮૮ર મહિલા સાથે બળાત્કારની ઘટના બની છે. રિપોર્ટ મુજબ બળાત્કાર મામલે એકવાર ફરી દેશના બધા રાજ્યોમાં મધ્યપ્રદેશમાં સૌથી પ્રથમ સ્થાને આવ્યું છે. દ્ગઝ્રઇમ્ના રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશ આ મામલે ગતવર્ષે પણ દેશના પ્રથમ સ્થાન પર હતું.