વડોદરા, તા.૨૯
શહેરના જેતલપુર બ્રિજ નીચેથી આધેડ સિક્યુરીટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે હત્યાની આશંકા સેવીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર, મુળ મધ્યપ્રદેશના રહેવાસી મુન્નાલાલ છોટાલાલ (ઉ.વ.૫૫)નો જેતલપુર બ્રિજ પાસે રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.૬ ના છેડા પરથી ઇજાગ્રસ્ત હાલતમાં આજે મૃતદેહ મળી આવ્યો હતો. રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. મુન્નાભાઇને કોઇ અજાણ્યા શખ્સોએ મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે રેલ્વે સ્ટેશનનાં સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.