નવી દિલ્હી,તા.૧૦
કોલકત્તા નાઇટરાઇડર્સ વિરુદ્ધ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સાત વિકેટે જીત મેળવી લીધી, આ સાથે જ સીએસકે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયુ છે. જીત બાદ ધોનીએ પોતાના ખેલાડીઓને ટાંકીને કહ્યું કે અમારી ટીમના ખેલાડીને ઉંમર સાથે કંઇ જ લેવા દેવા નથી. ઉંમર માત્ર એક આંકડો છે.મેચ બાદ ધોનીએ કહ્યું કે, હરભજન સિંહ અને ઇમરાન તાહિર જુની વાઇન જેવા છે, જેટલા પરિપક્વ થયા છે તેટલા ઘાતક બન્યા છે. ઉંમર તેમના જેવી છે. તેઓ વાઇનની જેમ સતત પરિપક્વ થઇ રહ્યાં છે. ભજ્જીએ જેટલી મેચો રમી છે દરેકમાં દમદાર પ્રદર્શન કર્યુ છે. મને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઇમરાને મારા વિશ્વાસને સાચો ઠેરવ્યો છે. નોંધનીય છે કે, મેચમાં ભજ્જી અને તાહિરે ૨-૨ વિકેટ ઝડપી હતી.