નવી દિલ્હી, તા.ર૦
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ભવિષ્યને લઈ લગાવાઈ રહેલી અટકળો વચ્ચે શનિવારે સ્પષ્ટતા કરી છે કે, તે ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ત્યારબાદ એકવાર ફરીથી તેના ભવિષ્યને લઈ સવાલ ઉઠવાનું શરૂ થઈ ગયું છે. ધોની ટેરિટોરિયમ આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં લેફટનન્ટ કર્નલ છે. આગામી બે મહિનામાં મોટાભાગનો સમય તે આ રેજિમેન્ટ સાથે વિતાવશે તેવું જાણવા મળ્યું છે.
બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ આ વાતનું સમર્થન કર્યું છે. અધિકારીએ પીટીઆઈને કહ્યું કે ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પોતાને ઉપલબ્ધ ગણાવ્યો નથી કારણ કે તે પોતાના આગામી બે મહિના પોતાની અર્ધસૈનિક રેજિમેન્ટ સાથે વિતાવશે. ઝારખંડના ૩૮ વર્ષીય ધોનીએ રવિવારે પસંદગી સમિતિની બેઠક પહેલાં બીસીસીઆઈને પોતાના નિર્ણયથી અવગત કરાવી દીધું. રવિવારે એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ મુંબઈમાં બેઠક કરશે જેમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થશે.
ધોની વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે નહીં જાય પોતાની રેજિમેન્ટ સાથે સમય વિતાવશે

Recent Comments