વડોદરા,તા.૨૫
સમગ્ર રાજ્યમાં સૌ-પ્રથમ ગ્રીન ઓડિટ કરનારી એમ.એસ.યુનિવર્સિટીને ગાંધીનગર ખાતે સત્તાવાર નિવાસ સ્થાન રાજભવનનું ગ્રીન ઓડીટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વોટર, એનર્જી અને ગ્રીન મેપિંગ કરીને ઓડિટ કરાશે.
એમ.એસ.યુનિવર્સિટીમાં ગ્રીન ઓડિટથી પ્રભાવિત થઇને ગાંધીનગરમાં રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાનનું ગ્રીન ઓડિટ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીનું ગ્રીન ઓડીટ કરનાર રજીસ્ટ્રાર એન.કે.ઓઝાએ જણાવ્યું હતું કે, વોટર, એર્નજી અને ગ્રીન મેપિંગ મુખ્ય છે. ઓડિટ એટલે માથાદીઠ કેટલું પાણી, વીજળીનો વપરાશ થાય છે, તે નક્કી કરવું પડે છે. ગ્રીન ઓડીટ કર્યું છે તેની પ્રામણિકતા નક્કી કરવી પડશે. જેના માટે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિંલને અરજી કરવામાં આવશે, ત્યારબાદ તેમની ટીમ સર્વે કરવા આવશે અને સર્ટિફિકેટ આપશે. યુનિવર્સિટીમાં પણ ગ્રીન ઓડિટનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું હતું. વોટર ઓડિટ કરવામાં આવશે, જેનાથી ખબર પડશે કે કેટલા પાણીનો વપરાશ કરવામાં આવે છે અને માથા દીઠ પાણીનો વપરાશ કેટલો છે.
ગાંધીનગર સ્થિત રાજભવનનું ગ્રીન ઓડિટ એમ.એસ. યુનિવર્સિટી કરશે

Recent Comments