(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
વૈશ્વિક મહામારી કોરોના રોગચાળાથી જાહેર કરાયેલા ૫૦ દિવસના લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને થયેલી માઠી અસરોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડ રૂપિયાના કોવિડ-૧૯ના રાહત પેકેજનું પ્રથમ બ્રેકઅપ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જાહેર કર્યું હતું. લોકડાઉનથી અસર પામેલ દેશના લાખો કૂટિર- લઘુ- મધ્યમ ઉદ્યોગ માટે પગલા લેવાશે. જેમાં માઇક્રો, સ્મોલ અને મીડીયમ એટલે કે એમએસએમઇ સેક્ટર માટે ૬ વિવિધ પ્રકારના પગલા લેવાશે. આ એકમોને વગર ગેરંટીએ ૩ લાખ કરોડની લોન આપવામાં આવશે. કોઇપણ પ્રકારની જામીનગીરી આપવી નહીં પડે. અને ૪૫ લાખ એકમોને તેનો લાભ મળશે. ૧૦૦ કરોડવાળા એકમોને લોનમાં રાહત મળશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નડતી નાણાંકીય તંગીને નિવારવામાં સહાય મળશે. ૪ વર્ષમાં લોન પરત કરવાની રહેશે. એક વર્ષ સુધી મૂળ રકમ આપવી નહીં પડે. ૧૫ હજાર કરતા ઓછા પગારવાળા કર્મચારીના ઇપીએફમાં ૨ ટકાની રાહત આપીને હવે ૧૨ ટકાને બદલે ૧૦ ટકા રકમ કપાશે.
માઇક્રો-લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે જેમણે લોન લઇને પરત કરી નથી તેમને પણ લોનનો લાભ મળશે. તેમના માટે ૨૦ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે એકમો વિસ્તરણ કરવા માંગે છે તેમના માટે ૫૦ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એનપીએવાળા એકમોને પણ લોનનો લાભ મળશે. તેમણે વધુમાં કહ્યું કે. માઇક્રો અને લઘુ વગેરે. ઉદ્યોગોની વ્યાખ્યામાં ફેરફાર કરાશે., જેથી તેમને લોનનો લાભ મળી શકે. એક કરોડ રૂપિયાનું મૂડીરોકાણ હોય અને ૫ કરોડનું ટર્નઓવર ધરાવનાર એકમને હવે માઇક્રો એકમ ગણાશે. અગાઉ ૨૫ લાખનું રોકાણ હોય તેને માઇક્રો ગણવામાં આવતું હતું. મેન્યુફેકચરીંગ અને સર્વિસ એમ બન્ને સેક્ટરોને લાભ મળશે. તેમણે કહ્યું કે આ એક ક્રાંતિકારી નિર્ણય છે. નાના ઉદ્યોગોની વ્યાખ્યા બદલવામાં આવી છે. લોકલથી ગ્લોબલ માટે હવે ૨૦૦ કરોડથી ઓછાનું ગ્લોબલ ટેન્ડર નાના એકમો ભરી શકશે. ના નિયમમાં ફેરફાર કરીને હવે તેઓ પણ ૨૦૦ કરોડ કરતાં ઓછાનું ટેન્ડર ભરીને સરકારી કામ મેળવી શક્શે. આમ ગ્લોબલ ટેન્ડરની વ્યાખ્યા બદલવામાં આવશે. એટલે ૨૦૦ કરોડના ટેન્ડરો હવે ગ્લોબલ નહીં ગણાય. વિદેશી કંપનીઓને બદલે દેશી કંપનીઓને લાભ મળશે. કોરોનાથી નાના એકમોને અસર થઇ છે. તેમના ઉત્પાદનના વેચાણ માટેની વ્યવસ્થા સરકાર કરશે. આવા એકમોના બાકી સરકારી લેણાં ૪૫ દિવસમાં ચૂકવાઇ જાય તેવી વ્યવસ્થા કરાશે. નાના અને ણધ્યમ ઉદ્યોગોમાં ઇપીએફની રકમ સરકારે અગાઉ આપી છે અને હજુ વધુ ૩ મહિના આપશે. ૩.૬૭ લાખ એકમોના કર્મચારીઓને લાભ મળશે. કુલ ૨૫૦૦ કરોડનો લાભ મળશે. તેમણે કહ્યું કે સરકારે વધુ એક જોગવાઇ કરી છે જેમાં ખાનગી એકમોમાં ઇપીએફનો ફાળો ૧૨ ટકાથી ઓછુ કરીને ૧૦ ટકા કરાશે. પરંતુ સરકારી કંપનીઓમાં તે ૧૨ ટકા જ ઇપીએફ રહેશે. જેથી કર્મચારીને નુકશાન નહીં થાય. રાજ્યકક્ષાના નામામંત્રી અનુરાગ ઠાકૂરે પેકેજની કેટલીક માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાન મોદીના ભારોભાર વખાણ કરીને કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવામાં પણ મોદી સફળ થશે. કેમ કે વડાપ્રધાન મોદી મોટા નિર્ણયો લેવા માટે જાણીતા છે.
સરકારે રોજ અલગ અલગ સેક્ટરોના પેકેજની માહિતી રેજેરોજ આપવાનું નક્કી થયું છે.
બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે. જાહેર કરાયેલા રૂ. ૨૦ લાખ કરોડના પેકેજમાંથી આશરે ૮ લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે. હવે ૧૨ લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.

નાણામંત્રીની મુખ્ય જાહેરાત

* લોન ૪ વર્ષ માટે અને ૧૦૦ ટકા ગેરન્ટી ફ્રી છે.
* તે ઉદ્યોગોને મળશે, જેની બાકી ચૂકવવાની નીકળતી લોન ૨૫ કરોડથી ઓછી હોય અને ટર્નઓવર ૧૦૦ કરોડથી વધુ ન હોય.
* ૧૦ મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે.
* ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી આ લોન માટે એપ્લાઈ કરી શકાશે.
* કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહિ. ૪૫ લાખ MSMEને ફાયદો થશે.
* MSMEને ૩ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, ૪૫ લાખ ઉદ્યોગોને ફાયદો થશે.

GDPના ૧૦ ટકા જેટલું મૂલ્ય ધરાવતા આર્થિક પેકેજનું
વિભાજન : વાસ્તવમાં અધિક રૂા.૧૩.૫ લાખ કરોડ

(એજન્સી) તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસના કારણે અઠવાડિયાઓ સુધી ચાલેલા લોકડાઉનના પગલે નબળી પડી ગયેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે રૂા.૨૦ લાખ કરોડના નાણાકીય અને આર્થિક પગલા લેવામાં આવશે. ૧૩૦ કરોડ જેટલી વસ્તી ધરાવતા ભારતમાં કોવિડ-૧૯ના ૭૦,૦૦૦થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે અને કેસોની સંખ્યા ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. જે આ મહામારીનું કેન્દ્ર સ્થાન હતું. વડાપ્રધાન મોદીએ આ પણ કહ્યું હતું કે, ઘરે રહેવા માટેનો સખત આદેશ ૧૭ મે પછી પણ નવા નિયમો સાથે આગળ વધારવામાં આવશે. દેશને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ આર્થિક પેકેજ દેશની જીડીપીના ૧૦ ટકા જેટલું છે અને તેમાં ઉદ્દેશ લાંબા લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગોને મદદ કરવાનું છે. માર્ચમાં સરકારે કહ્યું હતું કે, તે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અને ખાદ્યસુરક્ષાના પગલા તરીકે રૂા.૧.૭ લાખ કરોડ પૂરા પાડશે. મુખ્યત્વે ગરીબો માટેના આ પેકેજમાં ખાસ કશું ન થયું હોવાના આક્ષેપો પણ થયાં હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આ નવા પેકેજ અને જમીન તેમજ શ્રમ બજારો માટેના સુધારા અંગેની વિગતો આગામી થોડા દિવસો દરમ્યાન જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “આ પેકેજમાં જમીન, શ્રમ, તરલતા અને કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પેકેજ કૃટિર ઉદ્યોગ, મધ્યમ તથા લઘુ ઉદ્યોગો, મજૂરો, મધ્યમવર્ગ, ઉદ્યોગો અને અન્ય વર્ગોને મદદ પૂરી પાડશે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ નવા પેકેજમાં માર્ચમાં ફાળવવામાં આવેલો ભંડોળ તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા રૂા.૬.૫ લાખ કરોડની નાણાકીય તરલતાના પગલા સામેલ છે. મુંબઈ સ્થિત ફંડ મેનેજર સંદીપ સભરવાલનું કહેવું છે કે, “જાહેરાતની મુખ્ય હેડલાઈન હકારાત્મક લાગે છે જેમાં આરબીઆઈએ જાહેર કરેલા રૂા.૬.૫ લાખ કરોડ અને પ્રથમ આર્થિક પેકેજ સામેલ છે. આમે, વધુ ૧૩.૫ લાખ કરોડનું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે. ગયા મહિને રેટિંગ્સ એજન્સી ફિચે કહ્યું હતું કે, કોરોના વાયરસ સામે લડવાના સરકારના પગલાઓને કારણે નાણાકીય સ્થિતિ બગડતા ભારતના રેટિંગ પર દબાણ વધી શકે છે. કેટલાક નિષ્ણાંતોએ કહ્યું હતું કે, હાલમાં આ પેકેજની અસરકારકતા અંગે ટિપ્પણી કરવી ઘણી વહેલી હશે. જો કે, સંદીપ સભરવાલે કહ્યું હતું કે, આ જાહેરાતની હેડલાઈન નજીકના સમયમાં બજારોને પ્રોત્સાહન આપી શકે છે. બીજી તરફ સ્વરાજ ઈન્ડિયાના સ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે, “જ્યારે પણ સરકાર આ પ્રકારની વિશાળ જાહેરાતો કરે છે ત્યારે તેના આંકડાઓ ગેરમાર્ગે દોરનારા હોય છે.”

ફંડ ઓફ ફંડ્‌સ હેઠળ MSME માટે ૫૦ હજાર કરોડનું ઇક્વિટી ઇન્ફૂઝન

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લઘુ મધ્યમ કદના એકમોને ૧૦૦% ક્રેડિટ ગેરન્ટી આપવામાં આવશે. ૩૧મી ઓક્ટોબર સુધી આ સ્કીમનો લાભ લઈ શકશે કોઈ ગેરન્ટી ફી નહીં. આનાથી ૪૫ લાખ MSMEને ફાયદો મળશે. આ લોન કોલેટ્રોલ(ગીરો) વગર જ લોન આપવામાં આવશે. જ્યારે ૪ વર્ષ માટે લોન આપવામાં આવશે. લઘુ મધ્યમ કદના એકમોને ૧૦૦% ક્રેડિટ ગેરન્ટી આપવામાં આવશે. ૩૧મી ઓક્ટોબર સુધી આ સ્કીમનો લાભ લઈ શકશે, કોઈ ગેરન્ટી ફી નહીં. આ લોનની સરકાર ગેરંટી આપશે. વધુમાં પ્રથમ વર્ષે કોઈ જ EMI ચૂકવવાનું નહીં રહે. દેવાગ્રસ્ત MSME માટે પણ ૨૦,૦૦૦ કરોડ ૨ લાખ MSMEને મળશે ફાયદો. NPA અથવા નાદારીને આરે પહોંચેલ એકમોને મળશે લોન. ક્રેડિટ ગેરન્ટી ટ્રસ્ટમાં ૪૦૦૦ કરોડ સરકાર ટ્રસ્ટ આપશે. કોવિડની અસરવાળી MSMEને ૫૦,૦૦૦ કરોડની સહાય કારોબારના વિસ્તારને ધ્યાને રાખીને અપાશે. લોન ફન્ડસ ઓફ ફન્ડસ હેઠળ ૫૦,૦૦૦ કરોડનનું ઈક્વિટી ઈન્ફયુઝન થશે. MSMEની વ્યાખ્યા બદલાઈ, આ અગાઉ મેન્યુફેકચરિંગ સેક્ટર માટે માઈક્રો યુનિટની પરિભાષામાં ૨૫ લાખનું રોકાણ માન્ય હતુ, હવે તે લિમિટ વધારીને ૧ કરોડ રૂપિયા કરવામાં આવી છે. સરકારી સંસાધનો માટે ૨૦૦ કરોડ સુધી કોઈ પણ વિદેશી ઓર્ડર નહિ લઈ શકાય છે. ગ્લોબલ ટેન્ડર નહિ સ્વીકારવામાં ગ્લોબલ પ્રોક્યોરમેન્ટને સ્થાને હવે ઘરેલું MSMEને સપોર્ટ આપવા આ નિર્ણય.