(એજન્સી) નવી દિલ્હી,તા. ૧૮
મૂડીઝ દ્વારા ૧૩ વર્ષ બાદ ભારતનું રેટિંગ સુધારવામાં આવ્યાં બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શનિવારે કહ્યું કે અર્થતંત્ર પરનું સંકટ ટળી ગયું છે તેવા ભ્રમમાંથી એનડીએ સરકારે બહાર આવવું જોઈએ. હજુ પણ અર્થતંત્ર સંકટમાંથી બહાર આવ્યું નથી. મૂડીઝ દ્વારા ભારતનું રેટિંગ સુધારવામાં આવતાં પ્રતિક્રિયા સ્વરૂપે મનમોહનસિંહે આ વાત કરી. તેમણે કહ્યું કે મને ખુશી છે કે મૂડીઝે એવું કર્યું છે જે તેણે કરવું જોઈતું હતું. પરંતુ આપણે ભ્રમમાં ન રહેવું જોઈએ કે આપણે મુશ્કેલભર્યા દોરમાંથી બહાર આવી ગયાં છીએ. ભાજપ પર પ્રહાર કરતાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે નોટબંધી અને જીએસટીએ અર્થતંત્રની ગતિ મંદ પાડી દીધી છે. તેમણે કહ્યું કે જીએસટી અને નોટબંધીને લાગુ પાડવા માટે સરકારે અઘટિત ઉતાવળ કરી હતી. જેને કારણે અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી. મનમોહને દાવો કર્યો કે નોટબંધી બાદ જીએસટીને પણ ઉતાવળે લાગુ પાડી દેવામાં આવ્યો. જેને કારણે અર્થતંત્રની ગતિ ધીમી પડી. તેમણે કહ્યું કે મને હાલ પૂરતી તો અર્થવ્યવસ્થા આ સ્થિતિમાંથી બહાર આવી હોવાનું નથી લાગી રહ્યું. હિમાચલ અને ભાજપ શાસિત ગુજરાતમાં જીતની સંભાવના વિશેના એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે મને લાગે છે કે રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યાં છે અને આશા છે કે તેમના પ્રયાસો રંગ લાવશે. પરંતુ રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. કોઈને ખબર નથી પરંતુ મહેનત ચાલુ રાખવી પડતી હોય છે.મનમોહનની ટીપ્પણી નાણા મંત્રી અરૂણ જેટલીના મૂડીઝ દ્વારા આપવામાં આવેલા બયાન પરની ટીપ્પણીના સંદર્ભમાં આવી છે. જેટલીએ શુક્રવારે કહ્યું હતું કે મૂડીઝ દ્વારા દેશની શાખ ૧૩ વર્ષ બાદ વધવી સરકારના આર્થિક સુધારાઓનઈ મોડેથી કરવામાં આવેલી માન્યતા છે. મનમોહનસિંહે કાચા તેલના ભાવમાં વધારાની પણ ચેતવણી આપી. તેમણે કહ્યું કે તેનાથી દેશની રાજકોષીય ખાદ પ્રભાવિત થઈ શકે છે. પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પી.ચીદંબરમે પણ રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતનો સુધારો કરવાની વાતની હાંસી ઉડાવી. તેમણે કહ્યું હતું કે જુ તો થોડા મહિના પહેલા મોદી સરકારે રેટિંગની કાર્યપદ્ધતિ પર સવાલો ખડાં કર્યાં હતા તેની ઝાટકણી કાઢી હતી અને હવે અચાનક મોદી સરકારને મૂડીઝના રેટિંગ પર પ્રેમ ઊભરાઈ ગયો છે.
નોટબંધી અને જીએસટીએ અર્થતંત્રની ગતિ મંદ પાડી
ભાજપ પર પ્રહાર કરતાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે નોટબંધી અને જીએસટીએ અર્થતંત્રની ગતિ મંદ પાડી દીધી છે. તેમણે કહ્યું કે જીએસટી અને નોટબંધીને લાગુ પાડવા માટે સરકારે અઘટિત ઉતાવળ કરી હતી. જેને કારણે અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી. મનમોહને દાવો કર્યો કે નોટબંધી બાદ જીએસટીને પણ ઉતાવળે લાગુ પાડી દેવામાં આવ્યો. જેને કારણે અર્થતંત્રની ગતિ ધીમી પડી. તેમણે કહ્યું કે મને હાલ પૂરતી તો અર્થવ્યવસ્થા આ સ્થિતિમાંથી બહાર આવી હોવાનું નથી લાગી રહ્યું. આજે એવું જણાવ્યું કે ડાબેરી પાર્ટીઓએ ભાજપની સામે લડવા માટે કોંગ્રેસને સહાય કરવી જોઈએ. તેમણે ડાબેરીઓને વિનંતી કરી કે ભાજપની આગેવાની વાળી કેન્દ્ર સરકારની ખોટી નીતિઓની સામે લડવા માટે ડાબેરીઓ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને સાથ આપવો જોઈએ. કોંગ્રેસની આગેવાની વાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા આયોજિત એક બેઠકને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે અમે આપણે શું એક સંયુક્ત મોરચના તરીકે ભાજપનો વિરોધ કરી રહ્યાં છીએ, શું ડાબેરી ભાજપ અને કોંગ્રેસને એકીસાથે રાખી શકે ? મનમોહનસિંહે ડાબેરીઓને કોંગ્રેસને સહકાર આપાવની વિનંતી કરી.
તેમણે કહ્યુંકે ભાજપના ગેરવહિવટ અને ભાગલાકારી નીતિઓની વિરૂદ્ધમાં આપણે સૌ સાથે મળવું પડશે. આ અગાઉના એક કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતાં કહ્યું કે રાહુલ ગાંધી હિમાચલ અને ગુજરાત ચૂંટણીઓમાં તનતોડ મહેનત કરી રહ્યાં છે. તેમણે આશા વ્યક્ત કરી કે રાહુલના પ્રયાસો રંગ લાવશે અને બન્ને રાજ્યોમાં પાર્ટીની જીત થશે. હિમાચલ અને ભાજપ શાસિત ગુજરાતમાં જીતની સંભાવના વિશેના એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે મને લાગે છે કે રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યાં છે અને આશા છે કે તેમના પ્રયાસો રંગ લાવશે.
Recent Comments