અમદાવાદ, તા.૯
આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે. આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે એમ તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અવસરે પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અવસરે મુખ્યમંત્રીના હસ્તે રૂા.૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમત-ગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આદિવાસી સંસ્કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂા.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્તારમાં બિરસા મુંડા આદિવાસી યુનિ.ના નિર્માણ સાથે આદિવાસી સંસ્કૃતિનું જતન થશે.