અમદાવાદ, તા.ર૬
‘ગુજરાત ટુડે’ દૈનિક અખબારમાં મુસ્લિમ યુવતીઓના આંતરધર્મ લગ્ન બાબતે છપાયેલા અહેવાલ અંગે શહેરની શાહી જુમ્મા મસ્જિદના ઈમામ અને ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકીએ ‘‘ગુજરાત ટુડે’’નો અભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ અંગે દરેક મસ્જિદોમાં જુમ્માની તકરીરમાં ખતીબો ઈમામ સાહેબોએ આ મુદ્દે ખાસ ધ્યાન દોરી સમાજને જાગૃત કરવો જોઈએ કારણ કે આની અસર મુસ્લિમ સમાજમાં વધારે પડતી હોય છે તકરીરમાં ઈસ્લામ ધર્મ વિશે માહિતી, સ્ત્રી પુરૂષના હકો, મા-બાપના હકો, વગેરેની સમજ કુર્આન અને સુન્નત મુતાબિક લોકોને આપી આપણા સમાજને જાગૃત કરવાનું કામ કરવું જોઈએ. તે માટે દીની માહોલની અગત્યતા, પરિવારના વડીલની જવાબદારી, બહેન દીકરીની ઈજ્જત આબરૂની હિફાઝત, ઈસ્લામના દાયરામાં રહીને શિક્ષણ મેળવવું, શાળા કોલેજોમાં જતી બહેન દીકરીઓ પર ધ્યાન રાખવું વગેરે મુદ્દા પર પ્રકાશ પાડવો જોઈએ. મોબાઈલના દુરૂપયોગ વિશે જાગૃત કરવા જોઈએ જેનાથી સમાજમાં સુધારણા જરૂર લાવી શકાશે.