(એજન્સી) તા.૧૮
ઉર્દૂ લેખક, હાસ્ય અને વ્યંગ્યકાર પદ્મ પુરસ્કારથી સમ્માનિત મુજતબાહુસેને જાહેરાત કરી છે કે તે પોતાનું પુરસ્કાર પરત કરી દેશે. તેમણે જણાવ્યું કે દેશની વર્તમાન સ્થિતિને જોતા તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે નાગરિકતા કાયદાને લોકતંત્ર માટે હુમલો બતાવ્યો. મુજતબાહુસેનને વર્ષ ર૦૦૭માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મુજતબાહુસેને જણાવ્યું કે, દેશમાં અશાંતિ, ભય અને નફરતની જે આગ ભડકાવવામાં આવી રહી છે તે ખૂબ જ હેરાન કરનારી છે. જે લોકતંત્ર માટે અમે આટલી પીડા સહન કરી અને જે રીતે તેને નષ્ટ કરવામાં આવી રહ્યું છે તે ટકાપાત્ર છે. આ પરિસ્થિતિઓનો હું કોઈ સરકારી પુરસ્કારને પોતાના અધિકારમાં રાખવા ઈચ્છતો નથી. તેમણે જણાવ્યું કે, હું ૮૭ વર્ષનો છું. હું આ દેશના ભવિષ્ય અંગે વધુ ચિંતિત છું. હું દેશની પ્રકૃતિ વિશે ચિંતિત છું જેને હું પોતાના બાળકો અને આગામી પેઢી માટે છોડું છું. નાગરિકતા કાયદા અંગે શરૂ થયેલો હોબાળો રોકાવાનું નામ લઈ રહ્યો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા નિસહાય હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી શરણાર્થીઓને નાગરિકતા આપનારા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શન પછી તણાવ વધી ગયો છે. નાગરિકતા કાયદાની મદદથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક સતામણીના કારણે ત્યાંથી ભાગીને આવેલા હિન્દુ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે.