(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
કામરેજ ચાર રસ્તા પાસે ગૌતમ ઉર્ફે ગોલ્ડનની ઘાતકી હત્યા કરનારા મુખ્ય આરોપીની કામરેજ પોલીસે ધરપકડ કરી કઠોર કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અશ્વિનીકુમાર ખાતે ગત વર્ષોમાં ત્રિપલ મર્ડર કેસમાં સંડોવાયેલા ગૌતમ ઉર્ફે ગોલ્ડનની ગત તા.૨૩મી મેના રોજ કામરેજ ચાર રસ્તા પાસે ગૌતમ ઉર્ફે ગોલ્ડનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. કામરેજ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાયા બાદ પોલીસે આ ગુનામાં એક માંડમ નામના આરોપીની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થતા તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પૂછપરછ દરમિયાન તથા આરોપીના કબૂલાતના આધારે કડી મળતા કામરેજ પીઆઈ સરવૈયાએ વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી અને પર્વત પાટિયા પાસે રહેતા કિશન ખોખરને કઠોર કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. પોલીસે રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે ગૌતમ ઉર્ફે ગોલ્ડનની હત્યા કરવા પાછળનો ઈરાદો, કાવત્ર તથા અન્ય તહોમતદારો કોણ-કોણ છે ? તેની તપાસ કરવાની બાકી છે.