(એજન્સી) પટણા, તા.૩૦
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પ્રકરણમાં સુશાસન અને કલંક વગરના ચહેરાને ચમકાવવા લોકલાજની વાત કરી. રાજદ સાથે ગઠબંધન તોડ્યું. પરંતુ નીતિશકુમાર સામે ખુદ હત્યાનો કેસ ચાલે છે. જ્યારે મંત્રીમંડળના ઘણા સભ્યો સામે ખૂન-અપરાધના કેસો ચાલે છે. લાલુ પર ભ્રષ્ટાચારના આરોપોનો વરસાદ કરનાર સુશીલ મોદી પર દાગી છે. આ દાવા તેમણે તેમના સોગંદનામામાં કર્યા છે. નીતિશકુમાર સામે ૧૯૯૧માં હત્યાનો કેસ દંગા ભડકાવવા, શસ્ત્ર કેસ ચાલે છે. બાઢની અદાલતે આ મામલે ગંભીરતા લીધી છે. પોતાના સોગંદનામામાં નીતિશકુમારે તેનો ઉલ્લેખ કર્યો છે. સુશીલ મોદી (ડે.સીએમ) ર૦૧રમાં એમઆઈસી ચૂંટણી દરમિયાન સોગંદનામામાં કરેલ ઉલ્લેખ મુજબ તેમની સામે ભાગલપુરની નૌગછીયા કોર્ટમાં આઈપીસીની કલમ પ૦૦, પ૦૧, પ૦ર, પ૦૪, ૧ર૦-બી હેઠળ કેસ ચાલે છે. રાજદ નેતા આર.કે.રાણા દ્વારા દાખલ ફરિયાદ ૧૯૯૯ના આ કેસને રદ કરવા પટણા હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. જેનો મનાઈ હુકમ મળ્યો છે.
પ્રેમકુમાર : ભાજપના નેતા અને કૃષિ મંત્રી પ્રેમકુમાર સામે દંગા ભડકાવવા, નુકસાન પહોંચાડવા, જાન જોખમમાં મૂકવી, સરકારી કામમાં વિદન નાખવાના ગુના હેઠળ કોર્ટમાં કેસ ચાલે છે. કોર્ટે તેની નોંધ લીધી છે.
પ્રમોદકુમાર : ભાજપના નેતા અને પર્યટન મંત્રી પ્રમોદકુમાર પર ચોરીના બકે કેસ, સામાજિક સદ્‌ભાવ બગાડવાનો એક કેસ ચાલે છે. જેની કોર્ટે નોંધ લીધી છે. તેમની સામે ધારા ૧પ૩-૧, ૩૮૦, ૩૩ર, ૧૩૧, ૧૭૧-એચ, ૧૮૮, ૧૪૭, ૩ર૭, ૪૬૧ હેઠળ કેસ થયેલ છે. જેમાંના કેટલાક આરોપો નિશ્ચિત થયા છે.
ખુરશીદ ઉર્ફે ફિરોઝ અહમદ : નીતિશ કેબિનેટના એક માત્ર મુસ્લિમ મંત્રી ખુરશીદ ઉર્ફે ફિરોઝ અહેમદ પર ધોખાધડી અને બેઈમાનીની સંપત્તિ હડપવાનો (૪ર૦)નો કેસ, ધમકીનો પ૦૬ હેઠળ કેસ, ચોરી ૩૭૯ હેઠળ કેસ, કાવતરાનો ૪૬૭ હેઠળ કેસ સાથે ૧૮ કેસો દાખલ થયા છે. જેનો ખુલાસો સોગંદનામામાં તેમણે કર્યો છે. બેતીયાની અદાલતમાં ઘણા આરોપો ઘડ્યા છે. બીજા કેટલાક કેસોમાં કોર્ટે નોંધ લીધી છે.
જયકુમારસિંહ : નીતિશ સરકારના ઉદ્યોગ મંત્રી જયકુમારસિંહનું નામ પણ દાગી મંત્રીમાં છે. જદયુ વિધાયક સિંહ પર હત્યાનો પ્રયાસ, ૩૦૭ના બે કેસ ચાલે છે. તેમના પર ચોરી સહિત કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩૧૩, ૧ર૦-બી, પ૦૪, ર૧૬, ૩૮૬ (રંગદારી), ૩૪૧ મુજબ કેસો દાખલ કરાયા છે. ચૂંટણી સોગંદનામામાં તેનો ઉલ્લેખ છે. આ મંત્રીઓ ઉપરાંત નીતિશ સરકારના બીજા મંત્રીઓ રામનારાયણ ખંડલ, કૃષ્ણકુમાર ઋષિ, શૈલેષકુમાર, સંતોષકુમાર નિરાલા, રમેશ ઋષિદેવ અને અન્ય પર પણ અપરાધિક કેસો દાખલ છે.